Vadodara: સરદાર એસેટ્સના વિશ્વ પ્રખ્યાત કેરમ બોર્ડ, આ રીતે તૈયાર થાય છે કેરમ બોર્ડ જુઓ VIDEO 


Updated: April 26, 2022, 5:37 PM IST
Vadodara: સરદાર એસેટ્સના વિશ્વ પ્રખ્યાત કેરમ બોર્ડ, આ રીતે તૈયાર થાય છે કેરમ બોર્ડ જુઓ VIDEO 
કેરમ બોર્ડ બાવડ અને લીમડાના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે.

કેરમ એ ખૂબ જ જાણીતી રમત છે. જેને બાળકો થી લઈને મોટા સુધી બધા જ રમે છે. એમ તો કેરમ એ મૂળ દક્ષિણ એશિયાઈની ટેબલટોપ ગેમ છે.  આ રમત ભારતીય ઉપખંડમાં ખૂબ જ લોકપ્રિય છે.

  • Share this:
નિધિ દવે, વડોદરા: કેરમ (Carrom) એ ખૂબ જ જાણીતી રમત છે. જેને બાળકો થી લઈને મોટા સુધી બધા જ રમે છે. એમ તો કેરમ એ મૂળ દક્ષિણ એશિયાઈની (South Asian) ટેબલટોપ ગેમ છે. આ રમત ભારતીય ઉપખંડમાં ખૂબ જ લોકપ્રિય છે, અને તેને વિવિધ ભાષાઓમાં વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. દક્ષિણ એશિયામાં, ઘણી ક્લબો અને કાફે નિયમિત ટુર્નામેન્ટ યોજે છે. કેરમ સામાન્ય રીતે નાના બાળકો જુવાનિયાઓ અને વૃદ્ધોમાં ખૂબક લોકપ્રિય છે.20મી સદીની શરૂઆતમાં તે યુનાઇટેડ કિંગડમ (United Kingdom) અને કોમનવેલ્થમાં (Commonwealth) ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. કેરમ રમવા માટે ઘણા નીતિ નિયમો પણ હોય છે.

છેલ્લા 50 વર્ષથી શહેરમાં બને છે કેરમ બોર્ડ.

કેરમ બોર્ડ કેવી રીતે અને કોણ બનાવે છે.કેરમ પોર્ડ એક ખડબચડા લાકડા મથી કેવી રીતે સરસરાટ કુકડીઓ લપશે છે?? વડોદરા શહેરમાં કેરમ બોર્ડનું ઉત્પાદન થઈ રહ્યું છે. વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટ પાસે 50થી વધુ વર્ષથી કેરમ બનાવવાની જૂની ફેક્ટરી (Vaishno Industry) આવેલી છે. અત્યારે અહીંયા ચોથી પેઢી કામ કરી રહી છે. અહીંયા આ લોકો કેરમ, કુકી, પાવડર જેવી વસ્તુઓ બનાવે છે. જેથી બધું એક જગ્યાએ મળી શકે. અને તેઓ આગળ પણ ક્રિકેટના બેટ અને બીજી રમતના સાધનો બનાવવાની યોજના બનાવી રહ્યા છે, એવું અમન સતીશ ખોસલા એ જણાવ્યું હતું. હાલમાં અમન અને અંકુશ બંને ભાઈઓ ભેગા થઈને કારોબાર સંભાળી રહ્યા છે. આની સોશિયલ મીડિયા પર વધુ વેરાઈટી પણ જોઈ શકાય છે: Khosla Carrom Manufacturers.

કેરમ બોર્ડ બાવડ અને લીમડાના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે.ભારત સહિત વિશ્વમાં પણ સપ્લાય થાય છે.

ફેક્ટરમાં કેરમ બોર્ડનું મોટી માત્રામાં ઉત્પાદન કરવામાં આવે છે.ફેકટરીમાં દિવસ ભરમાં સરેરાશ 70 જેટલા કેરમ બોર્ડ બનાવવામાં આવી રહ્યા છે.ફેકટરીમાં રૂ.500 થી રૂ.12000 સુધીના કેરમ બોર્ડ બનાવવામાં આવે છે. ફેકરતીમાં સતતથી લઈ મોંઘા ઘાટ કેરમ બોર્ડ ફેકટરીમાં બને છે.અહીંયા વોટર પ્રૂફ કેરમ પણ બનાવવામાં આવે છે. આ કેરમ બોર્ડ બાવડ અને લીમડાના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે. અને આ તમામ કેરમ વિદેશમાં પણ મોકલવામાં આવે છે જેમ કે, શિકાગો, લંડન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે. વિદેશો સિવાય વડોદરા અને આખા ગુજરાતમાં પણ આ કેરમ બોર્ડ મોકલવામાં આવતા હોય છે.
Published by: kuldipsinh barot
First published: April 26, 2022, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading