વડોદરા: માંગ પુરી નહીં થાય તો આજે રાત્રે એસ.ટી.બસોના પૈડા થંભી જશે


Updated: October 21, 2021, 12:00 AM IST
વડોદરા: માંગ પુરી નહીં થાય તો આજે રાત્રે એસ.ટી.બસોના પૈડા થંભી જશે
આશરે વડોદરા બસ સ્ટેશનનો રોજ 2.5 લાખ મુસાફરો લાભ લેતા હોય છે.

શહેરના એસ.ટી. વિભાગીય કચેરી રેસકોર્ષ ખાતે સઉત્રોચ્ચાર તેમજ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમજ આજે રાત્રી 12:00 કલાકથી વડોદ

  • Share this:
શહેરના એસ.ટી. વિભાગીય કચેરી રેસકોર્ષ ખાતે સઉત્રોચ્ચાર તેમજ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમજ આજે રાત્રી 12:00 કલાકથી વડોદરા વિભાગની 2,127 રૂટ ઉપર ચાલતી 1,390 ટ્રીપ વડોદરા વિભાગ નિજ બંધ થશે.


આશરે વડોદરા બસ સ્ટેશનનો રોજ 2.5 લાખ મુસાફરો લાભ લેતા હોય છે. વડોદરા વિભાગની તથા આવા 16 વિભાગની વિવિધ ભૌગોલિક-સામાજિક પરિસ્થિતિ પ્રમાણેના આંકડાઓ ખુબ જ મોટો થવા પામશે અને આ પરિણામ માત્ર ને માત્ર આ સરકારની અસંવેદનશીલતા પ્રગટ કરે છે. આ ગુજરાતની જનતાને હલકી ઉભી કરવા માટે આ સરકાર અને તેની અગતિશીલ કાર્યશૈલી સાથે સાથે મંથર ગતિની વિચારસીલતા જવાબદાર રહેશે, વિનાયક દવે, સંકલન સમિતિ એ કહ્યું.


2. બાંગ્લાદેશમાં દુર્ગાપૂજામાં લઘુમતી હિન્દુઓના ધર્મસ્થળો પર હુમલાના વિરોધમાં ઇસ્કોનની રેલી નીકળી , વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી...

બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા વખતે લઘુમતી હિન્દુઓ અને તેનાં ધર્મસ્થળો પર થયેલા હુમલાના વિરોધમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ ( ઈસ્કોન ) ના સભ્યોએ 150 દેશમાં દેખાવો યોજવાની જાહેરાત કરી છે, ત્યારે આજે વડોદરા શહેરમાં ઇસ્કોન દ્વારા બાંગ્લાદેશ હિંસા મુદ્દે શાંતિ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત સરકારે ખેડૂતો માટે 546 કરોડ રુપિયાનું પેકેજ કર્યું જાહેર, 682 ગામને મળશે લાભ

રેલીમાં શાસક પક્ષ, વિપક્ષના નેતાઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં દુર્ગા પૂજા પંડાલો અને બીજા હિન્દુ મંદિરોની સાથે ઈસ્કોન મંદિર પણ કટ્ટરવાદીઓના નિશાના પર આવ્યુ હતુ. પ્લેકાર્ડ બેનર સાથે નીકળેલી આ શાંતિ રેલીમાં શાસક પક્ષ, વિપક્ષ, સામાજિક સંસ્થાઓ તથા વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
Published by: kuldipsinh barot
First published: October 21, 2021, 12:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading