વડોદરા: ઉત્તરાયણાં દોરથી ઘાયલ થેયલ પક્ષી માટે કરુણા અભિયાન, પક્ષીનો જીવ બચાવવા આ નંબર પર સંપર્ક કરો


Updated: January 14, 2022, 3:28 PM IST
વડોદરા: ઉત્તરાયણાં દોરથી ઘાયલ થેયલ પક્ષી માટે કરુણા અભિયાન, પક્ષીનો જીવ બચાવવા આ નંબર પર સંપર્ક કરો
સંપર્ક નંબર - 8320002000 તથા લિંક - https://bit.ly/karunaabhiyan 

ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સામાજીક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયા

  • Share this:
વડોદરા: ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સામાજીક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં પતંગ દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરી પક્ષીઓના જીવ બચાવવામાં આવશે.

વડોદરા શહેરમાં વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી એક એવું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે, જેમાં જીવદયાને સમાવેલ છે. દર વર્ષની જેમ આ વખતે પણ વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં દરેક જગ્યાએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓના કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્ર બે અલગ અલગ વસ્તુઓ ઉભી કરવામાં આવેલ છે. કલેક્શન સેન્ટરમાં કોઈ ઘાયલ પક્ષીને કોઈ આપી જાય તો તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે અને વન વિભાગે તેને તાત્કાલિક ધોરણે એનિમલ ડિસ્પેન્સરીમાં પહોંચતું કરે છે.

વન વિભાગ નો સમગ્ર સ્ટાપ સ્વૈચ્છિક સંગઠનો ખડે પગે ઊભા રહેવાની બાયંધરી આપેલ છે. જો કોઈને પણ ક્યાંય ઘાયલ પક્ષીઓ મળી આવે તો હેલ્પલાઇન નંબર 18002332696 / 1962 / 8320002000 / 7046065552 / 8799269298 / 7878582178 / 18002332636 / 0265-2783954 ઉપર ફોન કરીને જાણ કરવાની અપીલ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: ઉત્તરાયણના દિવસે માઉન્ટ આબુમાં ઠંડીનો રોકોર્ડ, માઇનસ પાંચ ડિગ્રી તાપમાન

તદુપરાંત આ વખતે રાજ્યના વન વિભાગ દ્વારા પણ વધુ એક નંબર ડેવલપ કરવામાં આવેલ છે. જે નંબર ઉપર ખાલી તમે કરુણા ટાઈપ કરશો તો સમગ્ર રાજ્યમાં ક્યાં ક્યાં ઘાયલ પક્ષીઓની સારવાર કેન્દ્રો અને કલેક્શનનો છે તેની માહિતી તમને મળી રહેશે. તેમજ તમે એ સેન્ટર ઉપર કઈ રીતે પહોંચશો તેનો નકશો પણ આપવામાં આવેલ છે અને તદુપરાંત જે તે સેન્ટર ઉપર કોણ હશે તેનો સંપર્ક નંબર સહિતની તમામ માહિતી એક જ ક્લિકમાં મળી રહેશે. સંપર્ક નંબર - 8320002000 તથા લિંક - https://bit.ly/karunaabhiyan

આ પણ વાંચો: વડોદરાના સ્વિમિંગ ટ્રેનર સામે પરિણીતાની ફરિયાદ, કામક્રીડાના વીડિયો કર્યા હતા વાયરલઆ વર્ષે આપણે આટલું કરીએ -

તારીખ 14 અને 15 જાન્યુઆરી ઉતરાયણના દિવસે સવારે 9:00 પહેલા અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ના ઉડાવવાની વિનંતી છે. ચાઈનીઝ માંજા તરીકે ઓળખાતી પ્લાસ્ટિક કે કાચના માંજાવાળી દોરીઓનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ ઘવાયેલું પક્ષી જોવા મળે તો તેને તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્ર પહોંચાડીએ. કોઈ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ અથવા વનવિભાગને જાણ કરીએ. ઉતરાયણ પછી તમારી આસપાસ પતંગની નકામી દોરીઓ ભેગી કરીને તેનો નાશ કરીએ.

આ પણ વાંચો: સાચવજો! આજે અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની સાથે છે Cold waveની આગાહી

ગયા વર્ષે રાજ્યમાં કુલ 9094 પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જે પૈકી 8347 પક્ષીઓને સારવાર કરીને છોડવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે કરુણા અભિયાન દરમિયાન 700 થી વધારે પક્ષી નિદાન કેન્દ્ર, 620 થી વધારે ડોકટર, તથા 6000 થી વધારે સ્વયંસેવકોને કાર્યરત રાખી ને પક્ષી બચાવવા નું આયોજન કરવામાં આવેલ છે.
Published by: kuldipsinh barot
First published: January 14, 2022, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading