Vadodara:કોરોનાના 75 મૃતકોના અંતિમ સંસ્કાર તો થયા, તેમની અસ્થિઓ મોક્ષની રાહ જોઈ રહ્યાં છે


Updated: January 22, 2022, 11:04 PM IST
Vadodara:કોરોનાના 75 મૃતકોના અંતિમ સંસ્કાર તો થયા, તેમની અસ્થિઓ મોક્ષની રાહ જોઈ રહ્યાં છે
કોરોનાની 3 લહેર સામે આત્મીયતાની એકપણ લહેર ન આવી...

Vadodara news: કોરોનાની 3 લહેર સામે આત્મીયતાની એક પણ લહેર ન આવી હોય. તેમ શહેરના ખાસવાડી સ્મશાનમાં (Khaswadi cemetery) વર્ષથી 75 લોકોના અસ્થિ આપ્તજનનોની રાહ જોઈ રહ્યા છે. અંતિમવિધિ (Funeral) બાદ અસ્થિ મુકેલા લોકરને મારેલું તાળું ખોલવા સ્વજનો આવ્યા નહીં.

  • Share this:
Vadodara news: કોરોનાની (Corona Virus) પહેલી લહેર (First Wave) સામાન્ય, જ્યારે બીજી લહેર (Second wave) ઘાતક નીવડી હતી. જેમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. જોકે મૃતકોના અંતિમ સંસ્કાર તો થયા પરંતુ તેમના અસ્થિઓ મોક્ષની રાહ જોઈ રહ્યાં છે. કોરોનાની 3 લહેર સામે આત્મીયતાની એક પણ લહેર ન આવી હોય. તેમ શહેરના ખાસવાડી સ્મશાનમાં (Khaswadi cemetery) વર્ષથી 75 લોકોના અસ્થિ આપ્તજનનોની રાહ જોઈ રહ્યા છે. અંતિમવિધિ (Funeral) બાદ અસ્થિ મુકેલા લોકરને મારેલું તાળું ખોલવા સ્વજનો આવ્યા નહીં.

મહત્વની વાત તો એ છે કે, 2 વર્ષનો સમયગાળો પ્રસાર થઈ ગયો, છત્તા પણ વડોદરા શહેરની કોર્પોરેશને કોઈ પણ પગલાં લીધા નથી. તથા જ્યાં લોકોને મોક્ષ પ્રાપ્ત થતો હોય છે, જ્યાં લોકો પોતાની જિંદગીની વિદાય લેતા હોય છે, એવી જગ્યા ખંડેર હાલતમાં પડી છે. કોઈ ઓન જાતની સાફ સફાઈ નથી કે કોઈ વસ્તુનું સમારકામ પણ કરવામાં આવતું નથી.
Published by: ankit patel
First published: January 22, 2022, 11:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading