Republic Day 2022: આવો જાણીએ શું છે આપણા દેશના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ


Updated: January 26, 2022, 6:11 PM IST
Republic Day 2022: આવો જાણીએ શું છે આપણા દેશના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ
ભારત દેશ આઝાદ થયા પછી રાષ્ટ્રીય પર્વોએ ધ્વજને ફરકાવીને વંદન કરાય છે.

આપણો ભારત દેશ (India) આઝાદ થયા પછી રાષ્ટ્રીય પર્વોએ (National Festival) ધ્વજને ફરકાવીને વંદન કરાય છે. જ્યાં ધ્વજવંદન થતું હોય તેમાં સહભાગી થઈ અને રાષ્ટ્રધ્વજને સલામી આપીએ તે દરેક નાગરિકોની ફરજ છે.

  • Share this:
વડોદરા: આપણો ભારત દેશ (India) આઝાદ થયા પછી રાષ્ટ્રીય પર્વોએ (National Festival) ધ્વજને ફરકાવીને વંદન કરાય છે. જ્યાં ધ્વજવંદન થતું હોય તેમાં સહભાગી થઈ અને રાષ્ટ્રધ્વજને સલામી આપીએ તે દરેક નાગરિકોની ફરજ છે. તો આજે 26મી જાન્યુઆરી (26th January) પ્રજાસત્તાક દીને (Republic Day) ધ્વજ વિશે જાણકરી હોવી જરૂરી છે. એમ જોવા જઈએ તો સાત સ્વરૂપના ધ્વજ છે, પરંતુ એમાં ખાસ જે પાંચમા નંબરના સ્થાને જે ધ્વજ હતો, તેની માહિતી એવી છે કે, ઈ.સ. 1931માં કરાંચી ખાતે હિંદી રાષ્ટ્રીય મહાસભાની મહાસમિતિની બેઠક મળી હતી. તેમાં ધ્વજ સમિતિએ નવો ધ્વજ તૈયાર કર્યો. આખા ધ્વજનો રંગ કેસરી રાખવો અને તેના ઉપર ડાબા ખૂણે પૂરા આકારનો બારડોલી રેંટિયો લાલ રંગથી અંકિત કરવામાં આવ્યો. પરંતુ આ ધ્વજને માન્યતા મળી નહીં.

જેથી હવે માન્યતાવાળા કુલ 6 રાષ્ટ્રધ્વજ છે. તો આવો જાણીએ આ તમામ રાષ્ટ્રધ્વજ વિશે, કે ક્યારે કયા રાષ્ટ્રધ્વજનું સ્વરૂપ માન્ય હતું અને તે કેટલા વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યું...1. બંગભંગ નો વિરોધ કરવા માટે તારીખ 7 ઓગસ્ટ 1906ને દિને પારસી બાગાન સ્ક્વેર (ગ્રીન પાર્ક) કલકત્તામાં એક સભા યોજાઈ. આ સભામાં રાષ્ટ્રધ્વજની કલ્પનાને મૂર્ત સ્વરૂપ મળ્યું. આ સભામાં ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે એક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ, લંબચોરસ આકારમાં સરખા માપનાં 3 આડા પટ્ટા હતા. સૌથી ઉપર લીલા રંગનો પટ્ટો. તેમાં સફેદ રંગના 8 કમળ હતા, વચ્ચે પીળા રંગનો પટ્ટો હતો. તેમાં વાદળી રંગે નાગરી લિપિમાં वंदेमातरम લખવામાં આવ્યું હતું. સૌથી નીચે લાલ રંગનો પટ્ટો હતો. તેમાં ડાબી બાજુ સૂર્ય અને જમણી બાજુ બીજનો ચાંદ અને તારો અંકિત કરવામાં આવ્યા હતા.2. ઈ.સ. 1907 ઓગષ્ટની 18 મી તારીખે જર્મનીમાં આવેલા સ્ટર્ટગાર્ટ મુકામે આંતરરાષ્ટ્રીય સંમેલન ભરાયું. તેમાં મેડમ કામા નામની પારસી બાનુની આગેવાની હેઠળ એક ધ્વજની રચના કરી. આ ધ્વજનું બીજું સ્વરૂપ હતું. લંબચોરસ ધ્વજમાં સરખા માપના ત્રણ આડા પટ્ટા સૌથી ઉપર લીલા રંગનો પટ્ટો, તેમાં સફેદ રંગના ટપકા વાળું એક કમળ તથા સાત તારાઓ અંકિત હતા. વચ્ચે પીળા રંગનો પટ્ટો તેમાં વાદળી રંગે वंदेमातरम લખવામાં આવ્યું હતું. સૌથી નીચે લાલ રંગનો પટ્ટો હતો, તેમાં સફેદ રંગ વડે ડાબી બાજુ સુર્ય અને જમણી બાજુ બીજનો ચંદ્ર અંકિત હતા.

3. ઈ.સ. 1915માં ડૉ. ડી. ડી. સાઠેએ તૈયાર કર્યો. અમેરીકાના રાષ્ટ્રધ્વજની નકલ જેવો આ રાષ્ટ્રધ્વજ હતો. આ ધ્વજમાં લાલ - લીલા રંગની વારાફરતી લાલ રંગની પાંચ અને લીલા રંગની ચાર એમ કુલ નવ પટ્ટીઓનો સમાવેશ થયો હતો. આ ધ્વજની ઉપર ડાબે ખુણે ઘેરા વાદળી રંગથી યુનિયન જેક અંકિત કરવામાં આવ્યો હતો. યુનિયન જેકથી વિરોધના ખુણે સફેદ રંગે બીજનો ચાંદ અને તારો અંકિત કર્યા હતા. નીચેના ફરકતા છેડા તરફ સફેદ રંગે સપ્તર્ષીના સાત તારાઓ આલેખવામાં આવ્યા હતા. ઈ.સ. 1917 માં હોમરૂલની ચળવળે વેગ પકડ્યો હતો. આ ચળવળના અંતની સાથે આ ત્રીજા સ્વરૂપનો અંત આવ્યો.4. ઈ.સ. 1921માં દક્ષિણ ભારતમાં આવેલા બેઝવાડા (હાલમાં વિજયવાડા) ખાતે હિંદી રાષ્ટ્રીય મહાસભાનું વાર્ષિક અધિવેશન ભરાયું હતું. પૂ. ગાંધીજીની સૂચનાથી શ્રી વેંકટયાએ એક ધ્વજ તૈયાર કર્યો. જેમાં સરખા માપના ત્રણ આડા પટ્ટાઓ હતા. સૌથી ઉપર સફેદ રંગનો પટ્ટો અને સૌથી નીચે લાલ રંગનો પટ્ટો અને વચ્ચે લીલા રંગનો પટ્ટો હતો. આ ધ્વજ પર પૂરા આકારનો બારડોલી ચક્ર રેંટિયો વાદળી રંગ વડે અંકિત કરવામાં આવ્યો હતો. આ ધ્વજ 1931 સુધી રાષ્ટ્રધ્વજ તરીકે કામ આપી લોકપ્રિયતા મેળવી હતી.5. હિંદી રાષ્ટ્રીય મહાસભાની વર્કિંગ કમિટિએ ઘણી વિચારણા બાદ રાષ્ટ્રધ્વજનું એક સ્વરૂપ નક્કી કર્યું. જેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલા રંગના આડા પટ્ટા નક્કી કરવામાં આવ્યા. સફેદ રંગના પટ્ટાની મધ્યમાં ઘેરા વાદળી રંગથી બારડોલી ચક્ર રેંટિયો અંકિત કરવામાં આવ્યો. ઈ.સ. 1931 ની ઓગષ્ટ માસથી ઈ.સ. 1947 ના ઑગષ્ટ માસ સુધીના 16 વર્ષના ગાળા સુધીમાં આ ધ્વજે સ્થાન શોભાવ્યું.6. 15મી ઓગષ્ટ 1947 ના દિવસે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. મુક્તિ દિનને ભારતની પ્રજાએ પોતાના નવા રાષ્ટ્રધ્વજના સ્વરૂપના દર્શન કર્યા. પાંચમા સ્વરૂપમાં બારડોલી ચક્ર રેંટિયો આંકવામાં આવ્યો હતો અને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજમાં રેંટિયાના સ્થાને 24 આરાવાળા અશોકચક્રને અંકિત કરવામાં આવ્યો. 21 મી જુલાઇ 1947 ને દિવસે રાષ્ટ્રધ્વજ સમિતિએ નક્કી કરેલા સ્વરૂપના રાષ્ટ્રધ્વજને પંડિત જવાહરલાલ નેહરૂએ રાષ્ટ્રધ્વજ સમિતિ વતી રજુ કરવામાં આવ્યો અને વિધાનસભાએ આનંદથી તેનો સ્વીકાર કર્યો.
Published by: kuldipsinh barot
First published: January 26, 2022, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading