Vadodara: મહિલા બુટલેગરોને ઓળખી તેમને દારૂના ધંધામાંથી અન્ય ધંધા તરફ વાળવાનો અનોખો પ્રયાસ


Updated: April 26, 2022, 3:05 PM IST
Vadodara: મહિલા બુટલેગરોને ઓળખી તેમને દારૂના ધંધામાંથી અન્ય ધંધા તરફ વાળવાનો અનોખો પ્રયાસ
મહિલા બુટલેગરોને ઓળખી તેમને દારૂના ધંધામાંથી અન્ય ધંધા તરફ વાળવાનો પ્રયાસ . .

શહેર પોલીસ કમિશનર (City Police Commissioner) અને શી ટીમ (She Team) ડીવાયએસપી એ જાણે પોલીસની છબી જ બદલી નાખી હોય તેવા કાર્યો હાથ ધરતા જ શહેરીજનોમાં પોલીસ તંત્રની વાહ વાહ થઈ રહી છે.

  • Share this:
વડોદરા: શું પોલીસ (Police) માત્ર ગુનેગારને પકડવામાં વ્યસ્ત રહે છે અથવા તો માત્ર હપ્તા લેતી હોવાના આક્ષેપ થતા રહે છે. પરંતુ શહેર પોલીસ કમિશનર (City Police Commissioner) અને શી ટીમ (She Team) ડીવાયએસપી એ જાણે પોલીસની છબી જ બદલી નાખી હોય તેવા કાર્યો હાથ ધરતા જ શહેરીજનોમાં પોલીસ તંત્રની વાહ વાહ થઈ રહી છે. પોલીસ કમિશનરની સૂચના બાદ મહિલા બુટલેગરોને (Female Bootleggers) ઓળખી તેમને દારૂના ધંધામાંથી અન્ય ધંધા તરફ વાળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મહદંશે પોલીસને સફળતા પ્રાપ્ત થઈ રહી છે. તેમાં પોલીસની શી ટીમ મહત્વનો ભાગ ભજવી રહી છે.

પોલીસની સમજાવટ બાદ એક હથ્થું ઘર ચલાવતા શોભાબેનએ દારૂનો ધંધો છોડ્યો.

શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ શોભાબેન વર્ષોથી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમના પરિવારમાં માત્ર એ પોતે અને બે દીકરીઓની જવાબદારી હોય વ્યવસાય છોડવા તૈયાર ન હતા. પરંતુ પોલીસની સમજાવટ બાદ શોભાબેન વ્યવસાય છોડવા તૈયાર થયા હતા. જેમાં શી ટિમ ડીવાયએસપી રાધિકા ભારાઈ એ શોભાબેનને સંસ્થાની મદદથી ઘર ચલાવવા માટે ઘરવખરી સામાન, બંને દીકરીઓને ભણાવવા ફી ની વ્યવસ્થા, તદુપરાંત ફાસ્ટ ફૂડના ધંધા માટે લારીની પણ વ્યવસ્થા કરી આપી.

આ પણ વાંચો: કોરોના કેસની સુપરફાસ્ટ સ્પીડે વધારી ચિંતા, જાણો કયા રાજ્યમાં શું છે પરિસ્થિતિ

શોભાબેનને પોલીસની મદદથી ફતેગંજ વિસ્તારમાં ફાસ્ટ ફૂડની લારી શરૂ કરી નવા જીવનનો પ્રારંભ કર્યો

શોભાબેનને પોલીસની મદદથી ફતેગંજ વિસ્તારમાં ફાસ્ટ ફૂડની લારી શરૂ કરી નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો. જેમાં કોર્પોરેશનના વોર્ડ નંબર 3 ના અધિકારીઓ દ્વારા લાયસન્સ વગર ચાલતી લારી બંધ કરવાની સૂચના આપી હતી. જેને લઇ મહિલાનું મનોબળ ભાગી ગયું હતું. પરંતુ પોલીસની શી ટીમ ડીવાયએસપી રાધિકા ભરાઈ એ સમગ્ર પ્રકરણ બાબતે શોભાબેનને સાથે રાખી પીએસઆઇ જયશ્રી વૈધને કોર્પોરેશનમાં મોકલી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સાથે ચર્ચા કરી સમગ્ર વિષયની માહિતી આપી હતી. જેને લઇ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક શોભાબેનને ફતેગંજ વિસ્તારમાં વ્યવસાય શરૂ કરવા માટે જગ્યાની ફાળવણી કરવાની અધિકારીઓને સૂચના અપાઇ.આ પણ વાંચો: અમદાવાદ: 'તારે અન્ય પુરુષો સાથે સંબંધ છે, તુ મરી જા', શંકાશીલ પતિનો ત્રાસ

શોભાબેનની બંને દીકરીઓને ભણવા માટે શી ટીમ dysp કરી રહ્યા છે મદદ.

હાલમાં દિવ્યાંગ શોભાબેનની બંને દીકરીઓ પૈકી એક દીકરી ધોરણ 8માં અભ્યાસ કરે છે. જ્યારે બીજી દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે. બંને ભણવામાં ખૂબ જ હોંશિયાર હોય, શી ટીમ ડીવાયએસપી તેમની બન્ને દીકરીઓના અભ્યાસાર્થે કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે નહીં, તેની સતત કાળજી લઇ રહ્યા છે. સાથે સાથે સમાજસેવી સંસ્થાઓને પણ આ વાત કરી છે કે, આવા ઉમદા કાર્યમાં તેઓ સહકાર આપે.
Published by: kuldipsinh barot
First published: April 26, 2022, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading