વડોદરા: મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ અંગે સમજ અંગેના શપથ લેવડાવ્યા


Updated: November 22, 2021, 6:24 PM IST
વડોદરા: મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ અંગે સમજ અંગેના શપથ લેવડાવ્યા
100 જેટલા કેડેટ્સને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું

નવા મતદારોને નોંધવા અને મતદાર જાગૃતિ સંદર્ભે વડોદરાના 143- અકોટા વિધાનસભા મત વિભાગના મતદાર નોંધણી અધિકારી શૈલેષ ગોકલાણી તથા જિલ્લાના

  • Share this:
વડોદરા:  નવા મતદારોને નોંધવા અને મતદાર જાગૃતિ સંદર્ભે વડોદરાના 143- અકોટા વિધાનસભા મત વિભાગના મતદાર નોંધણી અધિકારી શૈલેષ ગોકલાણી તથા જિલ્લાના સ્વીપ નોડલ ડો. સુધીર જોશીએ કીર્તિસ્તંભ ખાતે આવેલ એર વિંગ એન.સી.સી મથક ખાતે એન.સી.સી કેડેટની નવી બેચ સમક્ષ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં નવા મતદાર તરીકેનો નામ નોંધાવવાની સમગ્ર પ્રક્રિયાની માહિતી આપવા સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, વોટર હેલ્પલાઇન અને એનવીએસપી વગેરે પોર્ટલ બાબતે માહિતી આપવામાં આવી હતી.


NCC કેડેટ્સને તેમની આજુબાજુ કે તેમના કુટુંબમાં જે કોઈની ઉમર 1લી જાન્યુ. 2022 ના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય અથવા 1લી જાન્યુ. 2004 પહેલા જન્મ થયો હોય તેવા બાકી રહી ગયા હોય તેવા અને નવા વોટર રજીસ્ટ્રેશન માટેની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે એન.સી.સીના વિંગ કમાન્ડર પવાર સહિતનાના સ્ટાફે હાજર રહીને ઉપસ્થિત 100 જેટલા કેડેટ્સને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ કેડેટ્સને મતદાર યાદીમાં નામ નોંધાવવા અને મુક્ત અને ન્યાયી ચૂંટણી બાબતે સમજ આપવામાં આવી હતી અને મતદાર જાગૃતિ અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.


2. 21મી નવેમ્બર આંતરરાષ્ટ્રીય અકસ્માત મૃત્યુ શ્રદ્ધાંજલિ દિવસનો વડોદરા પોલીસ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ....

વડોદરા શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર તેમજ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શાખાના ફરમાનથી મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા નવો તરફથી વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપો ખાતે વડોદરા શહેર વિસ્તારમાં ચાલુ વર્ષમાં ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામનાર વાહનચાલકો તેમજ રાહદારીઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ઓજસ ફાઉન્ડેશન તથા કર્ણાવતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ હતો.

આ પણ વાંચો: સાપુતારા: શાળા શરૂ થયાના પહેલા જ દિવસે ધો.11ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

તેમાં ટ્રાફિક શાખાના સેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.રોયલ ઇન્ચાર્જઓ તથા જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તેમજ વાહન અકસ્માતમાં મરણ ગયેલ નાગરિકોના કુટુંબીજનોને હાજર રાખી મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી. અને વાહન અકસ્માતમાં મરણ પામેલા નાગરિકોના કુટુંબીજનોને શાલ ઓઢાડી તેમજ હેલ્મેટનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવેલ હતા.
Published by: kuldipsinh barot
First published: November 22, 2021, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading