Vadodara news: વાસી ઉત્તરાયણના દિવસે ઠંડી યથાવત, કેટલું રહ્યું તાપમાન?


Updated: January 15, 2022, 7:01 PM IST
Vadodara news: વાસી ઉત્તરાયણના દિવસે ઠંડી યથાવત, કેટલું રહ્યું તાપમાન?
હવાની ગતિ 8થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. 

Vadodara weather news: આજરોજ વાસી ઉત્તરાયણના દિવસે (uttarayan) પણ શહેરીજનો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગઈકાલે વડોદરા શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં જ નોંધાયું હતું. છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે.

  • Share this:
vadodara news:  હવામાન ખાતાની આગાહી (weather forecast) મુજબ ઉત્તરાયણ સુધી કડકડતી ઠંડીનો ચમકારો વડોદરા શહેરમાં (vadodara city) યથાવત રહ્યો છે. આજરોજ વાસી ઉત્તરાયણના દિવસે (uttarayan) પણ શહેરીજનો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગઈકાલે વડોદરા શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં જ નોંધાયું હતું.

છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે. જેના કારણે સતત શહેરીજનોને છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો મળી રહ્યો છે અને આજરોજ પણ સવારથી જ ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.

જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવેલ હતી કે, ઉતરાયણના દિવસે 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તે જ પ્રમાણે ગઈકાલે 14મી જાન્યુઆરીના રોજ પવન હોવાના કારણે પતંગ રસિકોમાં ભારે પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તદુપરાંત લોકોએ ખૂબ મજા માણી હતી. વડોદરાવાસીઓ એટલા બધા ઉત્સાહી છે કે, ગઈકાલ ઉતરાયણના દિવસે રાત સુધી પતંગ ચગાવવાની મજા માણી હતી. કારણ કે ખૂબ સારા પ્રમાણમાં હવાની ગતિ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ-crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

વડોદરા શહેરમાં આજનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. જો કે સવારથી એટલી બધી ઠંડી લાગી નથી રહી. આજરોજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા જેટલું રહેશે એવી સંભાવના રહેલી છે. તથા હવાની ગતિ 8થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. જેથી આજરોજ પતંગ રસિકો પતંગ ઉડાડવાની મજા માણી શકશે.

આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રીવાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી થોડુંક વાદળછાયું વાતાવરણ આજરોજ જોવા મળશે. વડોદરા શહેરના પતંગ રસિકો આટલી ઠંડીમાં પણસ્વેટર પહેરીને પણ પતંગ ચગાવશે. કારણકે વડોદરાવાસીઓ પતંગ ચગાવવાના ખૂબ જ શોખીન છે. ગમે તેવી ઠંડી હોય કે ગરમી હોય પરંતુ પતંગ ચગાવવાનું ચુકશે નહી. કડકડતી ઠંડીમાં પણ ગઈ કાલ લોકોએ રાત સુધી પતંગ ચગાવવાની મજા માણી હતી.
Published by: ankit patel
First published: January 15, 2022, 6:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading