Vadodara: આંતરરાષ્ટ્રીય યોગ ડે નિમિત્તે સહજ રંગોળી ગ્રુપ દ્વારા બનાવાઈ 40 ફૂટની રંગોળી


Updated: June 20, 2022, 5:41 PM IST
Vadodara: આંતરરાષ્ટ્રીય યોગ ડે નિમિત્તે સહજ રંગોળી ગ્રુપ દ્વારા બનાવાઈ 40 ફૂટની રંગોળી
વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા ખાસ રંગોળી બનાવવામાં આવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો, ત્યારથી વડોદરાના સહજ રંગોળી ગ્રુપ આ દિવસે ખાસ રંગોળી બનાવે છે.  આ વખતે પણ સહજ રંગોળી ગ્રુપ દ્વારા આ દિવસ માટે મહાકાય રંગોળી બનાવવામાં આવી છે. 

  • Share this:
નિધિ દવે / વડોદરા:  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) જાહેર કર્યો, ત્યારથી વડોદરાના સહજ રંગોળી ગ્રુપ (Sahaj Rangoli Group) આ દિવસે ખાસ રંગોળી બનાવે છે. આ વખતે પણ સહજ રંગોળી ગ્રુપ દ્વારા આ દિવસ માટે મહાકાય રંગોળી બનાવવામાં આવી છે.

40*40 ફૂટનીરંગોળી બનાવવા માટે 10 કલાકારોને 4 દિવસનો સમય લાગ્યો હતો

ગુજરાત પબ્લિક સ્કૂલ, વડોદરાના (Gujarat Public School) પરિસરમાં 40*40 ફૂટની રંગોળી બનાવવામાં આવી છે, જેમાં કેન્દ્રમાં આદિ યોગીને દર્શાવવામાં આવ્યા છે અને આસપાસ અષ્ટાંગ યોગ કરતી પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.આ રંગોળી બનાવવા માટે 10 કલાકારોને 4 દિવસનો સમય લાગ્યો હતો અને 150 કિલો જેટલો જેટલો રંગ વપરાયો હતો.



આ રંગોળી બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવતા કમલેશ વ્યાસે જણાવ્યું કે, લોકોમાં યોગ વિશેની જાગૃતિ આવે અને પોતાના જીવનને યોગના માધ્યમથી સ્વસ્થ અને તંદુરસ્થ રાખે એવા મેસેજ સાથે આ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી માટે ખાસ ચિરોડી કલર વાપરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ચોમાસા દરમિયાન વાવાઝોડું અને વિજળી ત્રાટકે તો બચાવ માટે શું કરવું ? જાણો અહિયા

21 જૂન 2015થી ઉજવાય છે વિશ્વ યોગ દિવસ,વર્ષ 2022માં વિશ્વ 8મો વિશ્વ યોગ દિવસ ઉજવશે

ભારતના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોદ વિશે ચર્ચા કરવામાં આવી હતી,ચર્ચામાં 21 મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે તેવું તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.જેના પછી આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં મોટા ભાગના દેશોએ ઠરવના પક્ષમાં તેઓની સહમતિ દર્શાવી હતી ઠરાવના પક્ષમાં નિર્ણય થતા વર્ષ 2015 થી 21 મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વર્ષ 2022માં વિશ્વ 8મો વિશ્વ યોગ દિવસ ઉજવશે.
Published by: kuldipsinh barot
First published: June 20, 2022, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading