વડોદરાના કલાકાર પેન્ટિંગમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત, મહિલાઓને આત્મનિર્ભર કરવા ફૂડ ફેસ્ટિવલનું આયોજન


Updated: September 23, 2021, 11:19 PM IST
વડોદરાના કલાકાર પેન્ટિંગમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત, મહિલાઓને આત્મનિર્ભર કરવા ફૂડ ફેસ્ટિવલનું આયોજન
ગણએશ ચતુર્થી પેન્ટીંગ

vadodara news: રાજેન્દ્રભાઈ દ્વારા જે ગણેશજીની પેઇન્ટિંગ (Ganesh painting) દોરવામાં આવેલ છે, તેનું શીર્ષક વિઘ્નહર્તા આપેલ છે. આ પેન્ટિંગને એક્રેલિક ઑન સ્ટ્રેચ્ડ્ કેનવાસ માધ્યમ પર પ્રદર્શિત (painting on Canvas) કરવામાં આવેલ છે. જેની ફ્રેમ 27.5" x 33.5"ની છે. આ પેન્ટિંગ કરતા લગભગ એક મહિના જેટલો સમય લાગેલ છે.

  • Share this:
વડોદરાઃ વડોદરા શહેરના (Vadodara news) વર્લ્ડ આર્ટ ઑર્ગેનાઇઝેશન પાર્ટનરશીપ સિસ્ટમ વિથ ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા (World Art Organization Partnership System with Government of India) દ્વારા ગણેશ ચતુર્થી પેઇન્ટિંગ કોમ્પિટિશન 2021નું (Ganesh Chaturthi Painting Competition 2021) આયોજન કરેલ હતું, જેમાં રાજેન્દ્ર દિન્ડોરકરને સિનિયર કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મળેલ છે.
આ સ્પર્ધામાં દેશભરમાંથી 64 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

તેમજ કલા કુટુમ્ભ ફાઉન્ડેશન, અજમેર દ્વારા લૉર્ડ ગણેશના થીમ પર આંતરરાષ્ટ્રીય ઑનલાઇન પેઇન્ટિંગ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજેન્દ્રભાઈને એકસલન્ટ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. જેમાં સ્પર્ધામાં 90 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

રાજેન્દ્રભાઈ દ્વારા જે ગણેશજીની પેઇન્ટિંગ દોરવામાં આવેલ છે, તેનું શીર્ષક વિઘ્નહર્તા આપેલ છે. આ પેન્ટિંગને એક્રેલિક ઑન સ્ટ્રેચ્ડ્ કેનવાસ માધ્યમ પર પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેની ફ્રેમ 27.5" x 33.5"ની છે. આ પેન્ટિંગ કરતા લગભગ એક મહિના જેટલો સમય લાગેલ છે.

2. આત્મનિર્ભર મહિલાઓ: શહેરના મુજમહુડા ખાતે આવેલા સિઝનલ માર્કેટ ખાતે ઓકટોબરમાં ભારતીય ફૂડ ફેસ્ટિવલ યોજાશે...
છેલ્લા દોઢેક વર્ષ ઉપરાંતથી કોરોનાની મહામારીને કારણે ઘણાં લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પ્રેરણાથી ધી અક્ષય સહકારી મંડળી લી અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના અધ્યક્ષ ગૌરવભાઇ પવળેના માર્ગદર્શન હેઠળ આત્મનિર્ભર ભારત અંતર્ગત મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાના ભાગરૂપે ભારતીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.તા. 15 થી 18 ઓક્ટોબર સુધી યોજાનારા આ કાર્યક્રમમાં ભારતની તમામ પ્રકારની વાનગીઓનો સ્વાદ વડોદરાવાસીઓ માણી શકશે. જે મહિલાઓ ભારતીય વાનગીઓ બનાવવામાં નિષ્ણાંત છે, તેઓ પોતાના સ્ટોલ બુક કરાવવામાં માટે  9016060643 અને 9898088413 નંબર પર સંપર્ક કરી શકે છે. તેમ શ્રી છત્રપતિ શિવાજીરાજે વિચારે મંચના મહિલા પાંખના સંગીતાબેન ચૌહાણ, માધવીબેન ગાયકવાડ, દીપાબેન ચૌહાણ, અંજલિ જાધવ અને ભૂમિબેન ચૌહાણે જણાવ્યું હતું.
Published by: ankit patel
First published: September 23, 2021, 11:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading