Vadodara: સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ખાતે "ઇન્ડિયા યંગ ઇન્વેન્ટરસ એન્ડ ઇનોવેટરસ ચેલેન્જ" નેશનલ ઇવેન્ટનું આયોજન


Updated: May 26, 2022, 11:06 PM IST
Vadodara: સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ખાતે
150 જેટલા વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક મળેલ છે

શહેરના બાકરોલ ખાતે સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં ઇન્ડિયા યંગ ઇન્વેન્ટરસ એન્ડ ઇનોવેટરસ ચેલેન્જ નેશનલ ઇવેન્ટ, સ્ટાર્ટ અપ કોનકલેવ 2022નું આયોજન કરવામાં આવ્યું છે.

  • Share this:
વડોદરા: શહેરના બાકરોલ ખાતે સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ (Sigma Group of Institute) કેમ્પસમાં ઇન્ડિયા યંગ ઇન્વેન્ટરસ એન્ડ ઇનોવેટરસ ચેલેન્જ નેશનલ ઇવેન્ટ (India young inventors and innovators challenge), સ્ટાર્ટ અપ કોનકલેવ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ ખાતે નેશનલ લેવલની ઇન્ડિયન યંગ ઈન્વેનટરસ એન્ડ ઇનોવેટરસ ચેલેંજનું આયોજન તારીખ 27 અને 28 મે ના રોજ કરવામાં આવેલ છે. જેમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી અલગ અલગ એજ ગ્રુપના 150 જેટલા વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક મળેલ છે.

સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનારા અને સ્વપ્ન જોનારા યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.(IIC)


નેશનલ લેવલની ઇન્ડિયન યંગ ઈન્વેનટરસ એન્ડ ઇનોવેટરસ ચેલેંજ ( IIC ) નું આયોજન નેટવોર્ક ઓફ ઓર્ગેનાઈઝેશન ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન ( NOSTC ) તેમજ નેશનલ કાઉન્સીલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન ( NCSTC ), ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ( DST ), ભારત સરકાર દ્વારા આયોજીત કરવામાં આવેલ છે. IIIC ( ભારતીય યંગ ઈન્વેન્ટર્સ એન્ડ ઈનોવેટર્સ ચેલેન્જ ) એ સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનારા અને સ્વપ્ન જોનારા યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડી તેમના વિચારોને રજૂ કરવા અને પ્રદર્શિત કરવાની તક આપવાનું કામ કરે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ, જૂઓ Exclusive તસવીરો

પ્રોગ્રામ અંતર્ગત નવા સ્ટાર્ટઅપને તેમના નવા આઈડિયાને રજુ કરવાની તક આપવામાં આવશે.આ પ્રોગ્રામ અંતર્ગત નવા સ્ટાર્ટઅપને તેમના નવા આઈડિયાને રજુ કરવાની તક આપવામાં આવશે. તેમજ સફળ સ્ટાર્ટઅપને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. તદઉપરાંત ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ પોલીસીની પણ માહિતી પૂરી પાડવામાં આવશે. આ કોમ્પિટિશનનું વિવિધ વિદ્યાશાખાના 15 જેટલા વિષય નિષ્ણાંતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. નેશનલ લેવેલની કોમ્પિટિશનમાં પસંદ પામતા ઇનોવેટીવ પ્રોજેક્ટને ઈટરનેશનલ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
Published by: kuldipsinh barot
First published: May 26, 2022, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading