Vadodara: વિશ્વ સ્તરે ઝળકયું વડોદરા, 'ધ બનયન ટ્રી' નામનું ઓઈલ કેનવાસ પેઈન્ટિંગની લાગી કરોડોની બોલી
Updated: April 26, 2022, 10:54 PM IST
ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું ચિત્ર વૈશ્વિકસ્તરે યોજાયેલ હરાજીમાં 18.81 કરોડમાં વેચાયુ
વડોદરાને ગુજરાતની કલાની રાજધાની કહેવામાં આવે છે. કોરોના સંક્રમણ બાદ મંદીમાંથી બહાર આવેલા કલા જગતમાં વડોદરા પોતાની હાજરી પુરાવી રહ્યું છે. શહેરના એક ચિત્રકાર સ્વર્ગીય ભૂપેન ખખ્ખર (Bhupen Khakhar)નું ચિત્ર વૈશ્વિક સ્તરે યોજાયેલી હરાજીમાં 18.81 કરોડ રૂપિયામાં વેચાયું છે.
વડોદરા: વડોદરાને ગુજરાતની કલાની રાજધાની (Kala Nagari) કહેવામાં આવે છે. કોરોના સંક્રમણ બાદ મંદીમાંથી બહાર આવેલા કલા જગતમાં વડોદરા પોતાની હાજરી પુરાવી રહ્યું છે. શહેરના એક ચિત્રકાર (Artist) સ્વર્ગીય ભૂપેન ખખ્ખર (Bhupen Khakhar)નું ચિત્ર વૈશ્વિક સ્તરે યોજાયેલી હરાજીમાં 18.81 કરોડ રૂપિયામાં વેચાયું છે. 'ધ બનયન ટ્રી' નામનું ઓઈલ કેનવાસ પેઈન્ટિંગ (Oil canvas Painting) ભૂપેન ખખ્ખરે 1994માં બનાવ્યું હતું. ક્રિસ્ટિ (Christie)ના ઓક્શન હાઉસમાં 23 માર્ચ 2022ના રોજ તેની હરાજી કરવામાં આવી છે.
ભૂપેન ખખ્ખરના ચિત્રો હંમેશાથી દેશ-વિદેશમાં વખણાયા છે
ચિત્રમાં જોઈ શકો છો કે, કેટલાક લોકો વડના વૃક્ષો નીચે બેસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. તેની પાછળ પર્વતો જોવા મળે છે. ભૂપેન ખખ્ખરના ચિત્રો હંમેશાથી દેશ-વિદેશમાં વખણાયા છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ચિત્રો વિક્રમજનક કિંમતે વેચાઈ રહ્યા છે. ખખ્ખરના આ ચિત્ર માટે 18.81 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી રકમ છે. આ મહિનાની શરૂઆતમાં મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા (Raja Ravi Varma)એ બનાવેલું ચિત્ર 'દ્રોપદી વસ્ત્રાહરણ' એક ઓનલાઈન ઓક્શનમાં 21 કરોડ રૂપિયામાં વેચાયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, 19મી સદીમાં રાજા રવિ વર્મા વડોદરા શહેરમાં રહ્યા હતા.
MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં તેઓ મહત્વનું સ્થાન ધરાવતા હતા.
હિતેશ રાણાએ જણાવ્યું હતું કે, 'વડોદરાના કલાકારોની કલાકૃતિઓ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ સારી રકમ મેળવી રહી છે અને તે ખૂબ સારી નિશાની છે.' ભૂપેન ખખ્ખરે ચિત્રકળાની કોઈ તાલીમ નહોતી લીધી. તેઓ જાતે જ શીખ્યા હતા. વર્ષ 1962માં ખખ્ખર ત્રીસના દાયકામાં હતા એ વખતે મુંબઈથી વડોદરા સ્થાયી થયા હતા. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં તેઓ મહત્વનું સ્થાન ધરાવતા હતા.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે મિશન ગુજરાત શરૂ કર્યું, આ દિવસે ગુજરાતમાં ગજવશે સભાભૂપેન ખખ્ખરના ચિત્રોની સરખામણી ઘણીવાર અંગ્રેજી ચિત્રકાર ડેવિડ હોકની સાથે થઈ છે.
ભૂપેન ખખ્ખરના ચિત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવાનું શરૂ થતાં તેમણે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. 1976માં ભારત સરકાર આયોજિત કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તેઓ પોતાના પહેલા વિદેશ પ્રવાસે ગયા હતા. ભૂપેન ખખ્ખર તેમના ચિત્રોમાં સામાન્ય લોકોના દૈનિક સંઘર્ષનું નિરૂપણ કરે છે. તેમના ચિત્રોની સરખામણી ઘણીવાર અંગ્રેજી ચિત્રકાર ડેવિડ હોકની (David Hockney) સાથે થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદની કેન્દ્રીય વિદ્યાલયમાં રેગિંગ, વિદ્યાર્થીને યુરિન પીવડાવવા પ્રયત્ન કર્યો
1984માં પદ્મશ્રીથી અનેવર્ષ 2000માં રોયલ પેલેસ ઓફ એમ્સ્ટર્ડમ દ્વારા પ્રિન્સ ક્લાઉસ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા
1984માં ભૂપેન ખખ્ખરને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને વર્ષ 2000માં રોયલ પેલેસ ઓફ એમ્સ્ટર્ડમ દ્વારા પ્રિન્સ ક્લાઉસ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમના ચિત્રો બ્રિટિશ મ્યૂઝિયમ અને USમાં પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે. 2003માં 69 વર્ષની વયે વડોદરામાં જ ભૂપેન ખખ્ખરનું અવસાન થયું હતું.
Published by:
kuldipsinh barot
First published:
April 26, 2022, 10:54 PM IST