Vadodara: 'સમયના મોતી' પેઇન્ટિંગ જોઈને થઈ જશો મંત્રમુગ્ધ, 28 ચિત્રોમાં આધ્યાત્મનો સ્ટ્રોક
Updated: May 1, 2022, 5:48 PM IST
પી.એન.ગાડગીલ આર્ટ ગૅલેરીમાં પેઈન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરાયું...
Vadodara News : શહેરની પી.એન.ગાડગીલ ગેલેરી ખાતે પાંચ દિવસ સુધી આર્ટિસ્ટ અવની શાહની "સમયના મોતી" શીર્ષક હેઠળ બનાવેલી 28 પેઈન્ટિંગ્સને એક્ઝિબિટ કરવામાં આવી છે.
વડોદરા: શહેરની પી.એન.ગાડગીલ ગેલેરી ખાતે પાંચ દિવસ સુધી આર્ટિસ્ટ અવની શાહની "સમયના મોતી" (Pearls of Time) શીર્ષક હેઠળ બનાવેલી 28 પેઈન્ટિંગ્સને એક્ઝિબિટ (Paintings Exhibition) કરવામાં આવી છે. જે વિશે તેમણે કહ્યું હતું કે, લૉકડાઉનમાં આધ્યાત્મિક વિષય 200 જેટલી પેઈન્ટિંગ્સ બનાવી હતી. પરંતુ આ પ્રદર્શનમાં મેં માત્ર 28 પેઈન્ટિંગ્સ (Paintings) જ પ્રદર્શિત કરી છે.
જેમાં રિયાલિસ્ટીક, ફિગરેટીવ, એબસ્ટ્રેક્ટ સહિત અન્ય ફોર્મમાં બનાવેલી પેઈન્ટિંગ્સનો સમાવેશ થાય છે. જેનાં ઉદ્દઘાટન સમારોહમાં પોલીસ કમિશ્નર ડૉ.શમશેર સિંઘ હાજર રહ્યાં હતા. આજના સમયમાં વ્યક્તિ ભૂતકાળ અને ભવિષ્યકાળની ચિંતામાં એટલો ખૂંપી ગયેલો છે કે, વર્તમાન પરિસ્થિતિ શું છે, તેના વિશે તે સભાન જ નથી.
અવની શાહે વધુમાં જણાવ્યું કે, મેં મારી પેઈન્ટિંગ્સ દ્વારા બતાવ્યું છે કે, યોગ, પ્રાણાયામ અને આદ્યાત્મિકતા તરફ વળવાથી તમને માનસિક શાંતિ મળે છે. જે તમને વર્તમાન સ્થિતિમાં જીવવામાં મદદ કરે છે. હું આ ક્ષેત્રે 21 વર્ષથી કાર્યરત છું. પેઈન્ટિંગ સિવાય હું સ્કલ્પચર, ફોટોગ્રાફી, મ્યુરલ પણ બનાવું છું. મેં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાંથી પેઈન્ટિંગ વિષયમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે.
First published:
May 1, 2022, 5:48 PM IST