વડોદરા કે 'ખાડોદરા,' શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, જુઓ શહેરની દયનીય સ્થિતિનો Video


Updated: July 30, 2021, 4:27 PM IST
વડોદરા કે 'ખાડોદરા,' શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, જુઓ શહેરની દયનીય સ્થિતિનો Video
વડોદરામાં સ્માર્ટસિટીનો વિકાસ ખાડે ગયો થોડા દિવસો પહેલાં થયેલા અક્સમાતની તસવીર

Vadodara News : વડોદરા શહેરની દયનીય સ્થિતિ, ઠેરઠેર ખાડાઓનું સામ્રાજ્ય ઉપરાંત આજના મુખ્ય સમાચારો, જુઓ વીડિયો બૂલેટિનમાં

  • Share this:
વરસાદ આવે અને વડોદરા (Vadodara)  શહેરના હાલ બેહાલ થઇ જાય અને ચોમાસુ આવતાની સાથે જ તંત્રની પોલ ખૂલી જાય છે તે દર વર્ષે બને છે. ચોમાસા (Monsoon)  પહેલા પ્રિ- મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પણ તે પોકળ સાબિત થઇ છે. આ વર્ષે પણ વડોદરામાં વરસાદની શરૂઆત થતા જ રસ્તા  ધોવાઈ ગયા છે અને શહેરમાં રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે.

શહેરમાં વરસાદના પગલે તમામ રોડ-રસ્તાની હાલત બિસ્માર થઇ છે. ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાય તેવો પણ આક્ષેપ શહેરીજનો કરી રહ્યા છે અને તેઓ તંત્ર પાસે રસ્તા સુધારવાની માગ કરી રહ્યા છે. વરસાદ બાદ વડોદરા શહેરના મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે, તો કેટલાક વિસ્તારોમાં બહુ ખરાબ રીતે રોડ તૂટી ગયા છે. આ ઉપરાંત ખાડા, કયાંક ભુવા પણ પડ્યા છે. આ સંજાગોમાં શહેરમાં જાણે કે, ખાડાઓ અને ભુવાનું સામ્રાજય છવાયું હોય તેવો ઘાટ સર્જાયો છે. અનેક જગ્યાએ કામ ચાલુ હોવાથી રસ્તાઓ બેસી ગયા છે અને સામાન્ય વરસાદમાં તો ટ્રક જેવા ભારે સાધનો પણ ફસાઇ જતાં હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઊઠે છે.

ટિમ RTI એ પરમ પૂજ્ય હરિપ્રસાદજીની યાદમાં તેમની સ્મુર્તિરૂપે છાની ખાતે શહેરના મુખ્ય પ્રવેશદ્વારે વડનગરી વડોદરા શહેરની ઓળખ એવા વડનું વૃક્ષારોપણ કર્યું. આ વૃક્ષનું નામકરણ " હરિ વડ " કરીને વડનારૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને અનોખીરીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ટીમ RTIના પ્રમુખ અંબાલાલ પરમાર અને ઉપપ્રમુખ મોન્ટુ મલિકની આગેવાની હેઠળ આ શુભ પ્રસંગ કરવામાં આવ્યો. ટિમ RTI ના પ્રમુખ અંબાલાલ પરમારે જણાવ્યું કે, આ વડનું વૃક્ષારોપણ કરવાથી સ્વામીજીની સ્મૃતિ સદાય જળવાઈ રહેશે અને તેનાથી શહેરના શુશોભનમાં પણ વધારો થશે. આમ, આ વૃક્ષારોપણ કરવાથી આ બંને હેતુ સિદ્ધ થાય છે.

ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાન માં લઈને આગામી ગણેશ ઉત્સવને માટે ખાસ ગાઈડ લાઈન બહાર પાડી છે. જેમાં ગણેશ મંડળોને 4 ફૂટ સુધીની ગણેશ પ્રતિમાઓ બિરાજમાન કરવાની છુટ આપી છે. સંસ્કારી નગરી વડોદરાની વાત કરીએ તો અહીં નાના-મોટા થઈ ને 15000 જેટલા ગણેશ મંડળો ગણેશજીની સ્થાપના કરે છે.

કદાચ વડોદરા ગુજરાતનું એવું સીટી છે કે જ્યાં મોટા પાયે ગણેશ ઉત્સવોનું જાહેર આયોજન થાય છે, ત્યારે આજે વડોદરાના ગણેશ મંડળો સરકારના 4 ફૂટ સુધીની ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવાના નિર્ણયને આવકાર્યો છે. પરંતુ સાથે સાથે મંડળો નું કહેવું છે કે, ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટેની વ્યવસાથો કરી આપે અને તે માટે કૃત્રિમ તળાવો બનાવે. જેથી વિસર્જન માટે સરળતા રહે તેવીજ રીતે મૂર્તિકરો એ પણ સરકારના નિર્ણયને આવકાર્યો છે.

અહીં 100 કરતા વધુ મૂર્તિકરો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે અને આ વ્યવસાય સાથે 1500 કરતા વધુ પરિવારોને રોજીરોટી મળે છે. આમ ગત વર્ષે જાહેર સ્થાપનાઓ નહીં થતા, આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સરકારે ચાલુ વર્ષે સરકારે 4 ફૂટ સુધીની ગણેશ પ્રતિમાઓની સ્થાપનાની છૂટ આપી છે, જેથી કારીગરો એ રાહત મળશે અને બેરોજગારીની સમસ્યા દૂર થશે.
First published: July 30, 2021, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading