વડોદરાના શાનદાર ગ્રુપ દ્વારા મહિલા સશક્તિકરણને લઈને કાર્યક્રમનું આયોજન


Updated: November 26, 2021, 11:07 PM IST
વડોદરાના શાનદાર ગ્રુપ દ્વારા મહિલા સશક્તિકરણને લઈને કાર્યક્રમનું આયોજન
મહિલાઓને કેમિકલ મુક્ત વસ્તુઓ બનાવતા શીખવાડી તથા પર્યાવરણ બચાવો પર જાગૃતિ આપી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ખાતે આજરોજ શાનદાર ગ્રુપ દ્વારા મહિલા સશક્તિકરણ વિષય ઉપર કાર્યક્રમ યોજ્યો હતો. 

  • Share this:
વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ખાતે આજરોજ શાનદાર ગ્રુપ દ્વારા મહિલા સશક્તિકરણ વિષય ઉપર કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ ખાસ મહિલાઓ માટે રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ખાસ મહિલાઓને કેમિકલ મુક્ત વસ્તુઓ બનાવતા શીખવાડી તદુપરાંત પર્યાવરણને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કઈ રીતે કરાય તેની પણ જાગૃતિ આપી. તથા મહિલાઓનો ટેન્શન મુકત થાય એ માટે મેડિટેશનનું પણ આયોજન કરવામાં આવેલ. કિચન ગાર્ડનની પણ ટિપ્સ આપવામાં આવી હતી કે કઈ રીતે ઘરમાં જ શાકભાજી ઉગાડવા અને દવા મુક્ત શાકભાજીઓ મળી રહે, તો આ તમામ હેતુથી કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં 100થી વધુ મહિલાઓ જોડાઈ હતી.
Published by: kuldipsinh barot
First published: November 26, 2021, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading