Vadodara: ઠંડીની શહેરમાં જોરદાર અસર, અતિશય ઠંડીમાં રેલવેના પાટા પણ સંકોચાયા
Updated: January 17, 2022, 3:25 PM IST
રેલ્વે સ્ટેશનના પાટા અતિશય ઠંડીના કારણે સંકોચાયા હતા.
ગયું આખું અઠવાડિયું શહેરમાં અતિશય પ્રમાણમાં ઠંડી રહી હતી, જેનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. ઉતરાયણમાં પણ શહેરીજનોને ઠંડીનો ચમકારો
વડોદરા: ગયું આખું અઠવાડિયું શહેરમાં અતિશય પ્રમાણમાં ઠંડી રહી હતી, જેનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. ઉતરાયણમાં પણ શહેરીજનોને ઠંડીનો ચમકારો મળ્યો હતો. પરંતુ ગઈકાલથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ઠંડીનું પ્રમાણ ઘટતા શહેરીજનોએ રાહત અનુભવી છે.
વડોદરા શહેરમાં શનિવાર કરતા રવિવારે 0.8 ડિગ્રી સેન્ટિગ્રેડ પારો ઉપર ગયો હતો. શહેરમાં તાપમાનનો પારો ઉંચે જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વીતેલા એક સપ્તાહથી તાપમાનનો પારો સતત નીચે જતા શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ઠંડીનો આંક એક ડિજિટમાં જતો રહ્યો હતો.
અતિશય ઠંડીના પગલે ઘણા પ્રકારની અસરો જોવા મળતી હોય છે. તેમાં એક અસર એવી જોવા મળી કે રેલ્વે સ્ટેશનના પાટા ઠંડીના કારણે સંકોચાયા હતા. શિયાળામાં ઠંડીના કારણે પાટા સંકોચાવા સાથે હજારો ટન વજનની ટ્રેનો પુરઝડપે પસાર થતા કરેલ કે ટ્રેક ફેક્ચરની ઘટના ઘટતી હોય છે. તેમાં વડોદરા-ભરૂચ વચ્ચે પાલેજ રેલવે સ્ટેશન નજીક અપલાઈન ઉપર રેલ ફેક્ચરની ઘટના રવિવાર સવારે સામે આવી હતી. જેમાં ગેંગમેનના ચેકિંગમાં પાટો તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક વડોદરા થી સુરત જતી ટ્રેનોને જે તે સ્ટેશનને થોભાવી દેવામાં આવી હતી. જેના કારણે 7 ટ્રેનો અડધો કલાક મોડી પડી હતી અને દોઢ કલાકમાં બ્લોક લઈને તૂટેલો પાટો દુરસ્ત કરી દેવામાં આવ્યો હતો. ગેંગ મેનની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી.
આ પણ વાંચો: અમદાવાદ: કેમ્પના હનુમાન આજથી 12 દિવસ માટે બંધ, જાણો ગુજરાતનાં અન્ય મંદિરોની જાણો સ્થિતિ
વડોદરા શહેરમાં રવિવારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. જેમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા અને સાંજે 44 ટકા નોંધાયું હતું અને ઉત્તર-પૂર્વ દિશા તરફના પવનની ગતિ 7 કિલોમીટર નોંધાઈ હતી. આજ રોજ સોમવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. વડોદરાવાસીઓને હવે ઠંડકમાં થોડી રાહત મળી છે.
Published by:
kuldipsinh barot
First published:
January 17, 2022, 3:25 PM IST