RakshaBandhan : વડોદરાની બહેનો સરહદ પર તહેનાત જવાનોની રક્ષા કરશે, 25,000 રાખડી તૈયાર


Updated: August 9, 2021, 10:46 AM IST
RakshaBandhan : વડોદરાની બહેનો સરહદ પર તહેનાત જવાનોની રક્ષા કરશે, 25,000 રાખડી તૈયાર
વડોદરાની બહેનો કરશે જવાનોની રક્ષા સરહદ છેક સિયાચીન સુધી જશે રાખડી

Vadodara News : છેલ્લા સાત વર્ષથી વડોદરાની બહેનો સરહદની સુરક્ષા કરતા જવાનોની કરી રહી છે 'રક્ષા' છેક સિયાચીન સુધી પહોંચે છે વડોદરાની બહેનોની 'અમર રાખડી' જુઓ આ વીડિયો

  • Share this:
સરહદ પર ભારતની રક્ષા માટે તૈનાત ભારતીય જવાનોને (Army) રક્ષાબંધનના પર્વ પર બહેનો (Sister) તરફથી રાખડી (Rakhdi) મોકલવામાં આવતી હોય છે. દેશભરની જે બહેનો છે તેઓ દ્વારા આ તમામ ભારતીય જવાનોને  તેમની રક્ષા માટે રક્ષાબંધનના પર્વ પર રાખડ઼ી મોક્લવાની આપણી ઘણા વર્ષોની પરંપરા છે.

વડોદરા (Vadodara) શહેરના રહેવાસી સંજય બચ્છાવના નેતૃત્વ હેઠળ ઈન્ડિયન આર્મીના જવાનો માટે રાખડીઓનું કલેક્શન કરવામાં આવેલ છે. છેલ્લા 7 વર્ષથી ખુબ જ સારા આશીર્વાદ સાથે બહેનો દ્વારા રાખડીઓ ભારતીય જવાનોને મોકલવામાં આવે છે. આ વર્ષે 25000થી (25,000 Rakhi For Jawan) પણ વધુ રાખડીઓ મળેલ છે.

સમાજ તરફથી ખુબ સારો સાથ-સહકાર મળ્યો છે. આ તમામ રાખડીઓ પોસ્ટ દ્વારા મોકલાવવામાં આવે છે, કારણકે રૂબરૂ જઈ શકાય તેમ નથી. આ રાખડીઓ રક્ષાબંધનના 4 દિવસ પહેલા પહોંચી જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે. આ તમામ રાખડીઓને કારગિલ, સિયાચીન અને ગલવાન વેલી સુધી પોહ્ચાડવામાં આવશે.

સિયાચીનના શિખર પર 10 થી 15 સૈનિકો હોય છે, ત્યાં પણ આ રાખડી પહોંચાડવામાં આવે છે. જે સૈનિકોને ઘરેથી રાખડીઓ નથી મળી શકતી ત્યાં આ તમામ રાખડીઓ પહોંચી જાય છે. જયારે જવાનોને રાખડીઓ મળી જાય છે, એવા તરત જ ઘણા બધા જવાનો ફોન કરતા હોય છે. જવાનો પણ ખુબ ભાવુક બની જતા હોય છે અને સાથે સાથે જે બહેનોએ સખડી મોકલાવી હોય છે તે પણ ખુબ ભાવુક થઈ જતા હોય છે. આ પ્રવૃત્તિ 2015થી શરૂ થઈ છે, ત્યારે પહેલી વખત 75 રાખડીઓ મોકલવામાં આવી હતી.

આ રાખડીઓ ભારતમાંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, હિમાચલ, ઓરિસ્સા, તામિલનાડુ અને બીજા ઘણા રાજ્યોમાંથી આવેલ છે. તદુપરાંત, યુ.એસ.એ., યુ.કે., સ્કોટલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, દુબઈ, રશિયા જેવા બીજા ઘણા દેશોમાંથી પણ રાખડીઓ આવેલ છે. 25000 રાખડીઓ માંથી 12000 જેટલી રાખડીઓ હેન્ડ મેડ છે. એમાંથી 1111રાખડીઓ અદીતિબેન દ્વારા આપવામાં આવેલ છે. રાખડીઓની સાથે-સાથે ખુબ સારા સંદેશ પાઠવતા કાર્ડ્સ પણ બનવવામાં આવેલ છે.

ભારતીય જવાનો, જે દેશની રક્ષા કરી રહ્યા છે તેઓની રક્ષા માટે રાખડીઓ મોકલવામાં આવતી હોય છે, જેની હાલમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે રાખડીઓ બનીને તૈયાર થઈ ગયી છે, જેને હવે ભારતીય જવાનો સુધી પોહ્ચાડવાનું આયોજન કરવામાં આવેલ છે.
First published: August 9, 2021, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading