વડોદરા: 40 વર્ષની પરંપરામાં પ્રથમવાર રાવણ દહન વગર રામલીલા યોજાઈ, જુઓ Video


Updated: October 16, 2021, 3:52 PM IST
વડોદરા: 40 વર્ષની પરંપરામાં પ્રથમવાર રાવણ દહન વગર રામલીલા યોજાઈ, જુઓ Video
વડોદરામાં રામ લીલાની ઉજવણી

ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ ( નિકા ) દ્વારા પોલોગ્રાઉન્ડ મેદાન ખાતે હોમાત્મક યજ્ઞ સાથે સવા કલાકની સંક્ષિપ્ત રામલીલા ભજવી 

  • Share this:
ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ ( નિકા ) દ્વારા પોલોગ્રાઉન્ડ મેદાન ખાતે હોમાત્મક યજ્ઞ સાથે સવા કલાકની સંક્ષિપ્ત રામલીલા ભજવી 40 વર્ષો જુની પરંપરા અકબંધ રાખવામાં આવી હતી (Ram Leela in Vadodara) . સાથે જ હોમાત્મક હવનમાં 32 પ્રકારની ઔષધિય - જડીબુટ્ટીઓ હોમવા સાથે મહામારી જડમૂળથી નાબુદ થાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી. જે વિશે વર્ષોથી રામલીલાની સ્ક્રીપ્ટ લખતાં રાજેન્દ્ર મોહન ગોસ્વામી અને ડિરેક્ટર શશીકાંત દાસે કહ્યું હતું કે , ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ ( નિકા ) દ્વારા 40 વર્ષથી શહેરના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે દર વર્ષે દશેરાના મહાપર્વે ધામધૂમ પૂર્વક રામલીલા મંચનનો કાર્યક્રમ યોજાતો હતો ( Vadodara Ram Leela History) . જેને નિહાળવા લાખો નાગરિકો એકત્રિત થતા હતા. પરંતુ કોરોના કહેરના ડાકલા વચ્ચે આ વર્ષે 130 કલાકારોને બદલે માત્ર 35 કલાકારો દ્વારા જ રામલીલાનું સંક્ષિપ્ત મંચન કરવામાં આવ્યું હતું.


જેમાં રામાયણના મુખ્ય પ્રસંગો જેવાં કે, સીતા હરણ , લક્ષ્મણ - મેઘનાથ યુદ્ધ, કુંભકર્ણ - રાવણ યુદ્ધ, રાવણ વધ ભજવવામાં આવ્યાં હતા. જેને નિહાળવા જુજ ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશના યૌવનધનના ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણની ભાવના ચરિતાર્થ કરવા સહિત સમાજમાં વ્યાપેલી બદી દૂર કરવા માટે નિકા દ્વારા છેલ્લા 4 દાયકાથી જહેમત ઉઠાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પોલોમેદાન ખાતે રાવણ દહન સાથે યોજાતી આકાશી આતશબાજીનો મેઘધનુષી નજારો નિહાળવા માટે શહેર જિલ્લામાંથી લાખો નાગરિકો એકત્રિત થતા હતા. જો કે , આ વર્ષે કોરોનાની દહેશતને પગલે રાવણ દહન કરાયું ન હતું.


ખાસ કરીને શિક્ષક, એન્જીનીયર, નર્સ સહિત વિવિધ પ્રોફેશનના કલાકારોએ રામલીલા ભજવી. તમામ કલાકારોએ આબેહૂબ પાત્રોનું પ્રદર્શન કર્યું, જે પ્રસન્નસાને પાત્ર છે. કારણ કે આમાંથી મોટાભાગના કલાકારો પ્રથમવાર રામલીલામાં ભાગ લઈ રહ્યા હતા.
First published: October 16, 2021, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading