Vadodara: દોડો.. દોડો.. દોડો... આજે રાત્રે 9 વાગે પતંગ બજાર બંધ કરી દેવાશે
Updated: January 13, 2022, 7:21 PM IST
માંડવી રોડ પર સાંજે વાહનોને NO એન્ટ્રી....
વધતા જતા કોરોનાને લઈને વડોદરા શહેરની પોલીસ દ્વારા એક ખૂબ અગત્યનો નિર્ણય લેવામાં આવેલ છે. જેમાં પતંગના વેપારીઓ આજે રાત્રે 09 કલાકે
વડોદરા: વધતા જતા કોરોનાને લઈને વડોદરા શહેરની પોલીસ દ્વારા એક ખૂબ અગત્યનો નિર્ણય લેવામાં આવેલ છે. જેમાં પતંગના વેપારીઓ આજે રાત્રે 09 કલાકે બજાર બંધ કરી દેશે. વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વનો માહોલ જામ્યો છે. ત્યારે બેકાબુ બની રહેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ઉત્તરાયણની પૂર્વ રાત્રે 9 કલાકે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ભરાતું મુખ્ય પતંગ બજાર બંધ કરવાનો વેપારીઓ નિર્ણય લીધો છે.
ઉત્તરાયણની પૂર્વ રાત્રે શહેરના માંડવીથી ગેંડીગેટ રોડ પર ભીડ જામતી હોય છે. આ ભીડ વધુના જામે તે માટે ચોક્કસ ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં 10 વાગ્યાથી નાઈટ કર્ફ્યુ શરૂ થાય એ પહેલા પતંગ અને દોરાની ખરીદી કરીને ગ્રાહકો સમયસર ઘરે પહોંચી શકે તે માટે આજ રોજ રાતે 9 વાગે પતંગ બજાર બંધ કરવાનો વેપારીઓએ નિર્ણય લીધો છે
આ પણ વાંચો: દાહોદઃ કમકમાટી ભર્યો Accident, ટ્રકે બાઈક સહિત વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી, બેના મોત13મીએ ટ્રાફીકની સમસ્યા ના સર્જાય તે માટે સાંજે 4 વાગ્યાથી રાતે 9 સુધી ગેંડીગેટથી માંડવી સુધીના રોડ પર વાહન વ્યહવાર બંધ કરાયો છે. પતંગ દોરા ખરીદવા આવનારા શહેરીજનોએ ગેંડીગેટથી બહાર વાહન પાર્ક કરીને ખરીદવા જવું પડશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરના રાવપુરા, નાગરવાડા, દાંડિયા બજાર- નવરંગ સીનેમા રોડ વિસ્તારમાં આવતીકાલે કાર માટે નો એન્ટ્રીની ઘોષણાં કરી છે. જયારે ઓ.પી. રોડ, દિવાળીપુરાથી કોર્ટ તરફવાળા રોડ ભરાતા પગંત બજારમાં પણ ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
Published by:
kuldipsinh barot
First published:
January 13, 2022, 7:21 PM IST