Vadodara: કન્યા દાન મહાદન,દીકરી વ્હાલનો દરિયો અંતર્ગત ઋત્વિક પુરોહિતનો કન્યાદાન મહાયજ્ઞ
Updated: May 26, 2022, 9:18 PM IST
સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 31 દીકરીઓના ભવ્યાતિભવ્ય લગ્ન કરાયા...
શહેરના સામાજિક કાર્યકર ઋત્વિક પુરોહિતે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. 5000 દીકરીઓના ભાઈ બનવાના સંકલ્પ લઈ પ્રથમ 31 દીકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું.
વડોદરા: શહેરના સામાજિક કાર્યકર (Social Worker) ઋત્વિક પુરોહિતે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. 5000 દીકરીઓના ભાઈ બનવાના સંકલ્પ લઈ પ્રથમ 31 દીકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. સુભાનપુરા અતિથિગૃહ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં રાજ્ય સરકારના મંત્રી સહિત અગ્રણી મહાનુભાવો હાજર રહયા હતા.
ઋત્વિક પુરોહિત દ્વારા ટીમ ટ્રીસ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સમુહ લગ્નોત્સવનું આયોજન
કોરોનાના કપરા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. તેવા સમયે વડોદરાના સામાજીક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી ઋત્વિક પુરોહિત દ્વારા ટીમ ટ્રીસ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. દીકરીઓના ભાઈ બનીને તેમનું કન્યાદાન કરવાના અનોખા સેવાયજ્ઞના પ્રારંભે પ્રથમ 31 નવયુગલોના લગ્ન લેવાયા. આ સમૂહ લગ્નને કંઈક જુદો અને ભવ્ય બનાવવાના પ્રયાસના ભાગરૂપે ઋત્વિક પુરોહિત અને તેમની ટીમે અથાક પ્રયાસો કર્યા હતા.
દીકરી વ્હાલનો દરીયો અંતર્ગત આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં ભવ્ય વરઘોડો નીકળ્યો.
દીકરી વ્હાલનો દરીયો અંતર્ગત આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં ભવ્ય વરઘોડો પણ નીકળ્યો હતો. ઈલોરાપાર્ક ખાતેથી 16 જેટલી બગીઓ સાથે બેન્ડ, ડીજે અને રજવાડી ઢોલના તાલે 31 યુવકોનો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો. જેમાં મહેમાનો અને જાનૈયાઓનું વડોદરાના બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર કરી સ્વાગત કર્યું. અને આશીર્વાદ આપ્યા. બીજી તરફ સમૂહ લગ્નના પ્રારંભ પૂર્વે 31 કન્યાઓનો પગ ધોઈને પૂજન કરવામાં આવ્યું. તેમજ તમામ 31 દીકરીઓના નામે વૃક્ષો વાવે તેના વાવેતરની જવાબદારી ઋત્વિક પુરોહિત ઉપાડશે.
આ પણ વાંચો ગાંધીનગર જઈ રહેલા રાવલ પાલિકાના ચાર કર્મીને નડ્યો અકસ્માત, બેનાં મોત
મૃત્યુ પહેલાં પાંચ હજાર ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરવાનો સંકલ્પ
28 વર્ષની હરવા-ફરવાની ઉંમરે સમાજસેવાનો ભેખધારી મૃત્યુ પહેલાં પાંચ હજાર ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરવાનો સંકલ્પ લીધો છે અને તેને પરિપૂર્ણ કરવાનો પણ ઋત્વિક પુરોહિતે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. હવે વડોદરા 31 દીકરીઓનું પિયર પણ ગણાશે અને લગ્ન પછી પણ દીકરીઓની મુશ્કેલીમાં ભાઈ બને ઋતિક પુરોહિત હરહંમેશ ઉભો રહેશે.
Published by:
kuldipsinh barot
First published:
May 26, 2022, 9:18 PM IST