Vadodara: ઉત્તર પ્રદેશના બરેલીથી આવેલા કારીગરો આ રીતે બનાવે છે પતંગોના માંજા, જુઓ Video
Updated: January 12, 2022, 10:38 PM IST
યુ.પી.ના બરેલી શહેરથી ખાસ કારીગરો વડોદરા આવે છે અને દોરો તૈયાર કરતા હોય છે
સમગ્ર દેશમાં ઉતરાણ પર્વની ગુજરાત રાજ્યમાં જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને પંતગ ઉડાવીને એકબીજાની પંતગ કાપી આકાશી યુધ્ધના
નિધિ દવે, વડોદરા: સમગ્ર દેશમાં ઉતરાણ પર્વની ગુજરાત રાજ્યમાં જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને પંતગ ઉડાવીને એકબીજાની પંતગ કાપી આકાશી યુધ્ધના તહેવારોની મજા જ કઈક અલગ આવે છે. ઉતરાયણની તૈયારીઓમાં પંતગ રસીકો લાગી ગયા છે. ઉતરાયણની આગળના ચાર-પાંચ દિવસોની રોનક જ કંઈક જુદી જોવા મળતી હોય છે.
પતંગ ઉડાડવા માટે ખાસ માંજો તૈયાર કરવો પડતો હોય છે, તેની દુકાન પણ ઠેર ઠેર લાગી ગઈ છે. દોરો પણ બે રીતે સુતવામાં આવતો હોય છે. એક બરેલીની પધ્ધતિથી અને એક દેશી પધ્ધતિથી. આ બન્ને પ્રકારના કારીગરો વડોદરામાં દોરો બનાવે છે. જેમાં યુ.પી.ના બરેલી શહેરથી ખાસ કારીગરો વડોદરા આવે છે અને દોરો તૈયાર કરતા હોય છે. જેને હાથની લુધ્ધિ કહેવામાં આવે છે. એક દોરાની રીલ તૈયાર કરતા ઓછામાં ઓછા એક થી દોઢ કલાક જેટલો સમય લાગતો હોય છે.
આ પણ વાંચો: ઉત્તરાયણના દિવસે જાણો કેવો રહેશે પવન, પતંગ રસિયાઓ માટે મોટી આગાહીજ્યારે બીજી તરફ ચરખા પર કાચ, ફેવીકોલથી બનાવેલ લુધ્ધીના ઉપયોગથી દોરી તૈયાર કરવામાં આવે છે. આમાં આધુનિક મશીનોનો ઉપયોગ કરીને ઝડપથી દોરાની રીલ તૈયાર થઈ જતી હોય છે. આ બન્ને વ્યાપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ઘરાકી સારી છે. પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 10-15% નો વધારો છે.
Published by:
kuldipsinh barot
First published:
January 12, 2022, 10:38 PM IST