SHE TEAM APP: મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતી એક નવી પહેલ, કેવી રીતે કામ કરશે આ APP


Updated: October 18, 2021, 11:35 PM IST
SHE TEAM APP: મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતી એક નવી પહેલ, કેવી રીતે કામ કરશે આ APP
શી ટીમ ફાઈલ ફોટો

SHE TEAM એપ્લિકેશન મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સમર્પિત એપ્લિકેશન રહેશે. જે વડોદરા શહેરમાં રહેતા દરેક મહિલા અને વરિષ્ઠ નાગરિકો જ્યારે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.

  • Share this:
વડોદરાઃ તા. 17 ઓક્ટોબરના વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી “ મૈં ટ્રાફિક ચેમ્પ ” અભિયાન લોન્ચ તેમજ વડોદરા શહેર પોલીસ દ્વારા " SHE TEAM APP" નો શુભારંભ કરવાના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ગાંધીનગર ગૃહ ખાતે માન. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યોજવામાં આવેલ હતો.

ટ્રાફિક ચેમ્પ અભિયાનનુ લોન્ચિંગ અને મેં ટ્રાફિક ચેમ્પ લોગોનું અનાવરણ કરવામાં આવેલ હતું. તેમજ “ટ્રાફિક ચેમ્પ” વિડીયો નિર્દેશન કરવામાં આવેલ. તેમજ શહેર પોલીસ દ્વારા યોજવામાં આવેલ બાઈક રેલીને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ હતું.

આ ઉપરાંત વડોદરા શહેર પોલીસ દ્વારા " SHE TEAM APP " વડોદરા શહેરમાં મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવા સારૂ મહિલાઓ જાહેર સ્થળો ઉપર સુરક્ષીત અનુભવે તેમજ છેડતી , જાતીય સતામણી જેવા ગુના બનતા અટકાવવા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની સોશ્યલ મીડીયા માટેની " SHE TEAM APP" તૈયાર કરવામાં આવેલ તેનુ લોકાર્પણ કરી શુભારંભ કરવામાં આવેલ. આ અભિગમને વધુ સુરક્ષિત , ઝડપી અને ટેક્નોલોજીથી સુસજ્જ કરવામાં આવેલ છે.

SHE TEAM એપ્લિકેશન મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સમર્પિત એપ્લિકેશન રહેશે. જે વડોદરા શહેરમાં રહેતા દરેક મહિલા અને વરિષ્ઠ નાગરિકો જ્યારે પણ કોઈ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં મુકાય, ત્યારે SHE TEAM APP તેઓને તાત્કાલિક મદદ પુરી પાડશે. તદુઉપરાંત મુસાફરી દરમ્યાન ફક્ત એક વિનંતી પર દરેક મુસાફરની યાત્રાનું પોલીસ કંટ્રોલ દ્વારા ટ્રેકિંગ કરી મહિલા અને વરિષ્ઠ નાગરિકોની યાત્રાને વધુ સુરક્ષિત બનાવાશે.

તેમજ આપત્તિજનક પરિસ્થિતિમાં મોબાઇલ App માં આપેલ ઈમરજન્સી બટન દ્વારા નજીકની પોલીસને ત્વરિત જાણ કરી વડી કચેરીના તમામ અધિકારીઓને ઇમરજન્સી વિશે માહિતગાર કરાશે. જેથી નજીકની પોલીસ ઝડપથી પહોંચીને તાત્કાલિક યોગ્ય પગલા લેશે . - SHE TEAM APP દ્વારા અરજીની પ્રક્રિયા વધુ સરળ બનશે તથા પોલીસ તેમના સુધી પહોંચી તાત્કાલિક જરી કાર્યવાહી કરશે.

આ ઉપરાંત મહિલાઓની અને વરિષ્ઠ નાગરીકોની અરજીને અગ્રીમતા આપવા વિવિધ વિકલ્પ બનાવવામાં આવેલ છે. આ APP માં કોલના બટન દ્વારા સીધો જ SHE TEAM નો સંપર્ક થશે તેમજ અરજદારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે - વડોદરા શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં લોકોની ભાગીદારી વધશે. આ એપ્લિકેશન દ્વારા દરેક વડોદરા શહેરવાસીઓના સુચનો પોલીસ દ્વારા આવકારવામાં આવશે.આ એપ્લિકેશન દ્વારા લોકો શી - ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ વિવિધ જાગૃતતા લક્ષી વિડિયો તથા ફોટોથી માહિતગાર થશે, પોલીસ દ્વારા કરવામાં આવતી રોજિંદી કામગીરીની નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કાર્યરત વિવિધ સેવાઓની લિક આ App માં ઉપલબ્ધ કરાશે. આમ , આ નવનિર્મિત અભિગમ દ્વારા " સલામત અને સુરક્ષિત ગુજરાત“ ના લક્ષ્યને વડોદરા શહેર પોલીસ દ્વારા સાર્થક કરવામાં આવશે.
First published: October 18, 2021, 11:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading