Vadodara: શહેરની She Team પેટ્રોલીંગ માટે વાપરે છે અત્યાધુનિક ઈ-સાયકલ, આ છે ઉદ્દેશ્ય, જૂઓ Video
Updated: March 10, 2023, 2:03 PM IST
સફળતા મળશે તો વધારે ઇ-બાઈક પણ લોન્ચ કરવામાં આવશે.
વડોદરા શહેરનાં પાંચ પોલીસ સ્ટેશનમાં ઇ-બાઈક લોન્ચ કરેલી છે. હાલ 10 ઇ-બાઇક લોન્ચ છે. શી ટીમ ઈ-બાઇક ઉપર પેટ્રોલીંગ કરશે. આ સાયકલ બેટરી ઓપરેટેડ છે. લાંબા સમય સુધી બેટરી ચાલી શકે એટલી ક્ષમતા ધરાવે છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેર પોલીસની શી ટીમ મહિલાઓ, બાળકો અને વડીલોને સલામતી અને હૂંફ આપવાની સાથે વિવિધ સેવા પ્રવૃત્તિ ઓ કરે છે. વડોદરા શહેર પોલીસની શી ટીમ હંમેશા કાર અથવા તો બાઈક દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરતી હોય છે. પરંતુ ભીડભાડ વાળી જગ્યાઓ કે બાગ બગીચાવાળા સ્થળો પર કાર અને બાઈકનું પહોંચવું મુશ્કેલ હોય છે. આવા સ્થળો પર પેટ્રોલિંગ વધારવા માટે સરળતાથી શી ટીમ કાર્ય કરી શકે તે માટે વર્ષ 2022માં ઈ-બાઇક લોન્ચ કરવામાં આવી છે.
પાંચ પોલીસ સ્ટેશનમાં ઇ-બાઈક લોન્ચ
એ.સી.પી મહિલા સેલ વડોદરા શહેર પોલીસના રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે, ગ્રીન વડોદરા અને સુરક્ષિત વડોદરાના વિચાર સાથે શહેરના પાંચ પોલીસ સ્ટેશનમાં ઇ-બાઈક લોન્ચ કરેલી છે.
વડોદરા શહેરના સયાજીગંજ, કારેલીબાગ અને રાવપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બાગ બગીચાઓ અને ખાણી પીણીના સ્થળો વધુ માત્રામાં આવેલા છે. તેથી અહીંયા વધુ પેટ્રોલિંગની જરૂર પડતી હોય છે.
પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત છે, 10 ઇ-બાઇક લોન્ચ કરી
હાલમાં આ પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત છે. 10 ઇ-બાઇક લોન્ચ કરી છે. સફળતા મળશે તો વધારે ઇ- બાઈક પણ લોન્ચ કરવામાં આવશે.આ સાયકલ બેટરી ઓપરેટેડ છે. લાંબા સમય સુધી બેટરી ચાલી શકે એટલી ક્ષમતા ધરાવે છે. તથા બેટરી ઓપરેટેડ હોવાથી ચાર્જ થતા ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. ફુલ ચાર્જ થયા પછી 15 થી 16 કલાક વાપરી શકાય છે.
તમને કે તમારી આસપાસ કોઈ પરિસ્થિતિનું નિમાર્ણ થાય તો શી ટીમને સંપર્ક કરી શકો છો: 7434 888 100 / 100 / 181 / 7573 996 241
Published by:
Santosh Kanojiya
First published:
February 2, 2023, 6:12 PM IST