મહાદેવનું અપમાન કરતો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, વીડિયોમાં જાણો શું છે આખો મામલો?

News18 Gujarati
Updated: September 6, 2022, 3:49 PM IST
મહાદેવનું અપમાન કરતો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, વીડિયોમાં જાણો શું છે આખો મામલો?
વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર

Gujarat latest news: નિશિથભાઇએ વર્ણન કર્યુ કે, આપણે પિક્ચરમાં કેવી રીતે જોઇએ એવી રીતે શિવજી જટાવાળા, નાગ પહેરેલા, રૃદ્રાક્ષની માળા પહેરેલી, ત્રિશુલ હાથમાં, આપણે ટીવીમાં જોઇએ છે એમ બધી પ્રોપર્ટી સાથે વ્યવસ્થિત ઉભા હતા.

  • Share this:
વડોદરા: સોખડા હરિધામના પ્રબોધસ્વામીના શિષ્ય આનંદસાગરનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમા તે ભગવાન શિવનું અપમાન કરી રહ્યા છે. જેના કારણે હિન્દુ સમાજ સહિત સામાન્ય લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આનંદસાગરે અમેરિકામાં આવું નિવેદન આપ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ ગુરુ પ્રસાદ સ્વામીએ જણાવ્યુ હતુ કે, એમનાથી ભુલ થઇ છે. તેમને માફી માગવાનું કહેવામાં આવ્યુ છે. જે બાદ આનંદસાગરે એક વીડિયો મારફતે માફી પણ માંગી હતી.

અમેરિકાના ન્યુ જર્સી ખાતે તાજેતરમાં પ્રબોધસ્વામી જૂથ દ્વારા યોજાયેલી સુહૃદયમ પરિવાર શિબિરનો એક વીડિયો યુ ટયુબ ઉપર 'અક્ષરયાત્રા'નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે.  વીડિયોમાં આનંદ સાગર પ્રબોધ સ્વામીની હાજરીમાં જ બોલી રહ્યા છે કે, આત્મીય વિદ્યાધામની ધરતી પર એક દીકરો રહે છે. નિશિથ એનું નામ છે. કચ્છનો છે. જ્યારથી આત્મીય વિદ્યાધામ પર રહેવા આવ્યો છે. ત્યારથી એને ગુરૃહરી પ્રબોધ સ્વામીએ એમને અઢળક દર્શન આપ્યા છે. કદાચ આખું પુસ્તક ભરાય એટલા બધા તેને અનુભવો અને દર્શન છે.

સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ છે વરસાદની આગાહી

એમા ગયા મહિને થોડા દિવસ પહેલા જ એને દર્શન આપ્યા, પ્રબોધ સ્વામીજીએ. આત્મીય વિદ્યા ધામની ધરતી પર પ્રબોધ સ્વામી રૂમમાં હતા અને નિશિથભાઇને બોલાવ્યા અને કીધું કે જા એવીડીના મેઇન ગેટ પાસે જા. બીજી કોઇ આજ્ઞાા હતી નહી એટલે નિશિથ ભાઇ ત્યાં ગયા. જ્યાં મેઇન ગેટ હતો અને ગેટની બહાર શિવજી ઉભા હતા. તેમણે આગળ જણાવ્યુ કે, નિશિથભાઇએ વર્ણન કર્યુ કે, આપણે પિક્ચરમાં કેવી રીતે જોઇએ એવી રીતે શિવજી જટાવાળા, નાગ પહેરેલા, રૃદ્રાક્ષની માળા પહેરેલી, ત્રિશુલ હાથમાં, આપણે ટીવીમાં જોઇએ છે એમ બધી પ્રોપર્ટી સાથે વ્યવસ્થિત ઉભા હતા.પછી નિશિથભાઇએ પ્રાર્થના કરી કે, આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો જેથી પ્રબોધસ્વામીજીના આપને દર્શન થઇ જાય. ત્યારે શિવજીએ કીધુ કે, પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગૃત થયા નથી. પણ મને તમારા દર્શન થઇ ગયા એ મારા અહોભાગ્ય છે. એમ કહી, એટલુ વાક્ય બોલી અને શિવજીએ નિશિથભાઇના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યા. ઉલ્લેખનીય છે કે શિવજીનું આ અપમાન પ્રબોધ સ્વામીની હાજરીમા જ થઇ રહ્યુ છે અને પ્રબોધસ્વામી આ બધુ સાંભળી રહ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: September 6, 2022, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading