Vadodara: ઓક્ટ્રોય ગ્રાન્ટમાં કરાયો વધારો, વડોદરા કોર્પોરેશનને પણ મળશે લાભ


Updated: April 28, 2022, 11:27 PM IST
Vadodara: ઓક્ટ્રોય ગ્રાન્ટમાં કરાયો વધારો, વડોદરા કોર્પોરેશનને પણ મળશે લાભ
વડોદરાને પ્રતિ મહિને 2.67 લાખ , પ્રતિવર્ષ 32 કરોડ સુધીની રકમ થશે પ્રાપ્ત.... 

ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 07 મહાનગર પાલિકાઓમાંથી વર્ષ 2007 દરમિયાન ઓકટ્રોય ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓને ઓકટ્રોય ગ્રાન્ટ આપવાની સાથે સમયાંતરે વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.

  • Share this:
વડોદરા: ગુજરાત રાજ્યની 07 નગરપાલિકા અને મહાનગરપાલિકામાં (Vadodara Municipal Corporation) ઓકટ્રોય નાબૂદી બાદરાજ્ય સરકાર (State Government) દ્વારા વળતર પેટે ઓક્ટ્રોય ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નિયમોનુસાર ઓક્ટ્રોય વળતરની ગ્રાન્ટમાં 10 ટકાનો વધારો થતાં વડોદરા કોર્પોરેશનને પણ તેનો સીધો લાભ મળશે.

મહાનગર પાલિકાઓમાંથી વર્ષ 2007 દરમિયાન ઓકટ્રોય ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો

ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 07 મહાનગર પાલિકાઓમાંથી વર્ષ 2007 દરમિયાન ઓકટ્રોય ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓને ઓકટ્રોય ગ્રાન્ટ આપવાની સાથે સમયાંતરે વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. 2014 -15 દરમિયાન ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં વર્ષ 2017 -18 દરમિયાન 10%નો વધારો થયો હતો. ત્યારબાદ હવે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને વર્ષ 2021-22 માં વળતર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. તેમાં વર્ષ 2022 -23માં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે આ વર્ષે નિયમમાં થોડો ફેરફાર પણ થયો છે.

આ પણ વાંચો: વાપી રેલવે સ્ટેશન પર અજીબ ઘટના, યુવકના ગુદામાર્ગમાંથી મળ્યું 25 લાખનું Gold

ઓક્ટ્રોયગ્રાન્ટના વળતર પેટે વડોદરા કોર્પોરેશનને વર્ષ 2017 થી 22 સુધી 26.89 કરોડની રકમ પ્રાપ્ત

વળતર પેટેની ગ્રાન્ટમાં 07 ટકાનો વધારો સમાનરૂપે અને 03 ટકાનો વધારાનો મહાનગરપાલિકા અને નગરપાલિકાના પર્ફોમન્સના આધારે નિર્ણય થશે. ઓક્ટ્રોયગ્રાન્ટના વળતર પેટે વડોદરા કોર્પોરેશનને વર્ષ 2017 થી 22 સુધી 26.89 કરોડની રકમ પ્રાપ્ત થઇ છે. હવે રાજ્ય સરકાર તરફથી ફરી એક વખત ગ્રાન્ટમાં વધારા સાથેનો પરિપત્ર જારી થતા વડોદરા કોર્પોરેશનને પણ તેનો લાભ મળશે. જો 10% વધારા સાથે ગણતરી કરવામાં આવે તો વડોદરા કોર્પોરેશનને પ્રતિ મહિને 2.67 લાખ અને પ્રતિવર્ષ 32 કરોડ સુધીની રકમ પ્રાપ્ત થશે.
Published by: kuldipsinh barot
First published: April 28, 2022, 11:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading