Vadodara news: શિક્ષિકાના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો, ઘટનાના 3 દિવસ પહેલા મિત્રએ 40 વખત ફોન કર્યા હતા
News18 Gujarati Updated: January 27, 2022, 4:55 PM IST
પ્રતિકાત્મક તસવીર
Vadodara crime news: શિક્ષિકાના (teacher) મિકેનિકલ એન્જિનિયર પતિ (Engineer husband) આશિષકુમાર સુથાર દ્વારા પણ પત્નીના મોતનું કારણ શોધવા માટે ટેક્નોલોજીની (technology) મદદથી તપાસ કરી રહ્યા હતા. જેમાં તેઓને ચોંકાવનારી વિગતો મળતા સાવલી પોલીસ મથકમાં (savali police station) ફરિયાદ નોંધાવી હતી.
વડોદરાઃ વર્ષ 2019માં શિક્ષિકાએ મહી નદીમાં છલાંગ લગાવીને (teacher jump into river) આત્મહત્યા કર્યાની ઘટના બની હતી. શિક્ષિકાનો મૃતદેહ સાવલી તાલુકાા લાછનપુર ગામ પાસે મહી નદીમાંથી મળી આવ્યો હતો. જોકે, શિક્ષિકાની આત્મહત્યાનું (teacher suicide case) બે વર્ષ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. શિક્ષિકાના પતિએ સાવલી પોલીસ સ્ટેશનમાં (savali police station) ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પત્નીના મિત્ર દ્વારા ત્રણ દિવસમાં 40 ફોન કરવામાં આવ્યા હતા. જેના કારણે પોતાની પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.
બે વર્ષ પહેલા શિક્ષિકાએ મહી નદીમાં કરી હતી આત્મહત્યા
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના સમા-સાવલી રોડ ઉપર આવેલ વેલેરીયન ફ્લેટમાં રહેતી શિક્ષિકા ભાર્ગવીબહેનનો મૃતદેહ તા. 29-11-2019ના રોજ સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહી નદીમાંથી મળી આવ્યો હતો. આ બનાવ અંગે સાવલી પોલીસે જે-તે સમયે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
એન્જિનિયર પતિ પત્નીના મોતનું કારણ શોધી રહ્યા હતા
દરમિયાન બે વર્ષ પહેલાં બનેલી આ ઘટના અંગે શિક્ષિકાના મિકેનિકલ એન્જિનિયર પતિ આશિષકુમાર સુથાર દ્વારા પણ પત્નીના મોતનું કારણ શોધવા માટે ટેક્નોલોજીની મદદથી તપાસ કરી રહ્યા હતા. જેમાં તેઓને ચોંકાવનારી વિગતો મળતા સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પત્નીને ફોન ઉપર હેરના કરવામાં આવતી હોવાનો પતિનો ફરિયાદમાં આક્ષેપસાવલી પોલીસ સ્ટેશનમાં આશિષકુમારે પત્નીને મોતના મુખમાં ધકેલનાર સંતરામપુરના રહેવાસી નવિન લક્ષ્મણભાઇ મુણીયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે મહિલાને ફોન ઉપર હેરાન કરનાર સંતરામપુરના નવિન મુનીયા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પત્ની ઘરે ન હોવાથી સસરાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
નોઇડા ખાતે ખાનગી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા આશિષકુમાર સુથારે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિગત એવી છે કે, આશિષકુમાર તા.27-11-019ના રોજ કોઇમ્બતુર ગયા હતા. જ્યાંથી તેઓએ પત્નીને ફોન કર્યો હતો. પણ ફોન ઉપાડતા તેઓએ પોતાના ન્યુ સમા વિસ્તારમાં રહેતા સસરાને તપાસ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ, પત્ની ઘરે ન હોવાથી સસરાએ જે તે સમયે ગુમ થયાની જાણ સમા પોલીસને કરી હતી.
મોબાઈલ લોકેશન તપાસતા પત્નીનું લોકેશન લાછનપુર મહી નદીના કિનારે મળ્યું
મળતી માહિતી પ્રમાણે ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 28-11-019ના રોજ પરત વડોદરા આવી મોબાઇલ લોકેશન તપાસતા પત્નીનું લોકેશન લાછનપુર મહી નદી કિનારે મળી આવ્યું હતું. જ્યાં તપાસ કરતા તા.29-11-019ના રોજ પત્નીની લાશ મળી આવી હતી. તે સાથે તેની એક્ટિવા પણ મળી આવી હતી. દરમિયાન આ બનાવ અંગે સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જોકે, તે સમયે પત્નીનો મોબાઇલ બંધ હોવાથી કોઇ વિગત મળી આવી ન હતી.
આ પણ વાંચોઃ-Republic dayના દિવસે જ કરુણ ઘટના! અરવલ્લીના મોડાસામાં કારનું ટાયર ફાટતા મહિલા શિક્ષિકાનું મોત
આપઘાતના ત્રણ દિવસ પહેલા 40 વખત પત્ની સાથે વાત કરી
વધુ મળતી માહિતી પ્રમાણે પત્નીના મોબાઇલ ફોનના કોલ ડિટેઇલ અને સીડીઆરની તપાસ કરતા સંતરામપુરમાં રહેતા નવિન લક્ષ્મણભાઇ મુનિયાનો નંબર મળી આવ્યો હતો અને તેને આપઘાતના ત્રણ દિવસ પહેલાં 40 વખત પત્ની સાથે વાત કરી હોવાનો ઓડિયો સાથેની વિગતો મળી આવી હતી.
આ પણ વાંચોઃ-Arvalli: અકસ્માતનો live video, શિક્ષિકાની કારનું ટાયર ફાટ્યા બાદ સામે આવતી કારને જોરદાર અથડાઈ
નવિન મુનિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
આશિષકુમારે ઓડિયો સાથેની વિગતો સાથે નવિન મુનીયા સામે પત્નીના મોત માટે જવાબદાર હોવાનું જણાવી સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે નવિન મુનીયા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ પીએસઆઇ પી.ટી. જયશ્વાલ કરી રહ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
Published by:
ankit patel
First published:
January 27, 2022, 4:32 PM IST