Vadodara: કમ્યૂનિટી હેલ્થ સેન્ટર તૈયાર,છાણી, અટલાદરા, માંજલપુરના લોકોને મળશે મેડિકલ સુવિધા


Updated: April 29, 2022, 7:23 PM IST
 Vadodara: કમ્યૂનિટી હેલ્થ સેન્ટર તૈયાર,છાણી, અટલાદરા, માંજલપુરના લોકોને મળશે મેડિકલ સુવિધા
કોર્પોરેશન હસ્તક અથવા પીપીપી ધોરણ બાબતે ચર્ચા-વિચારણા....

કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી શહેરના અટલાદરા, માંજલપુર અને છાણી ખાતે 3 ઇન્ડોર હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં કાર્યરત કરવા તંત્રએ પ્રયાસ હાથ ધર્યો છે. 

  • Share this:
વડોદરા: કોર્પોરેશન (Vadodara Municipal Corporation) દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી (Government Grant) શહેરના અટલાદરા, માંજલપુર અને છાણી ખાતે 3 ઇન્ડોર હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં કાર્યરત કરવા તંત્રએ પ્રયાસ હાથ ધર્યો છે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા નગરજનોની સુવિધા માટે 34 અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Centre) ઉપરથી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તેમાં હવે નવા 03 સીએચસી સેન્ટરનો સમાવેશ થાય છે.

હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા, મહિલાઓ અને પુરુષો માટે અલગ વોર્ડ, લેબોરેટરીની સુવિધા , સર્જિકલ વિભાગ અને ફિઝિશિયન સહિતની સુવિધા ઉપલબ્ધ

આ હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા, મહિલાઓ અને પુરુષો માટે અલગ વોર્ડ, લેબોરેટરીની સુવિધા , સર્જિકલ વિભાગ અને ફિઝિશિયન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. નવા સીએચસી સેન્ટર કાર્યરત કરવા માટે કોર્પોરેશન પાસે હાલ બે વિકલ્પ છે. જેમાં સૌપ્રથમ કોર્પોરેશન સ્વયં સી.એસ.સી સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર માફક ચલાવે અથવા પીપીપી ધોરણે એન.જી.ઓને સોંપવામાં આવે. જોકે તે માટે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી મેળવ્યા બાદ રાજ્ય સરકારની મંજૂરી અનિવાર્ય છે. હાલ માત્ર ચર્ચા વિચારણા થઈ છે આખરી નિર્ણય થયો નથી.
Published by: kuldipsinh barot
First published: April 29, 2022, 7:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading