Vadodara: અનોખી સેવા, ગરીબ દિકરીઓનું સ્વપ્ન પુરુ કરવા માટે આ મહિલા બાળકીઓને કરાવશે પ્લેનની સવારી
Updated: April 27, 2022, 9:40 PM IST
શહેરની 51 દીકરીઓને પહેલીવાર પ્લેનમાં સિદ્ધિવિનાયક મંદિર મુંબઈ જશે...
શહેરની સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત છેલ્લા બારેક વર્ષથી સમાજ માટે કાર્ય કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને "બેટી બચાવો, બેટી પઢાવો" ને સપોર્ટ કરતા વડોદરા શહેરની બાળકીઓ માટે ઘણા કામ કર્યા છે.
વડોદરા: શહેરની સામાજિક કાર્યકર્તા (Social Worker) નિશિતા રાજપૂત છેલ્લા બારેક વર્ષથી સમાજ માટે કાર્ય કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને "બેટી બચાવો, બેટી પઢાવો" ને સપોર્ટ કરતા વડોદરા શહેરની બાળકીઓ માટે ઘણા કામ કર્યા છે. છેલ્લા 12 વર્ષથી ગરીબ તથા મધ્યમ વર્ગની છોકરીઓની સ્કૂલ ફી (School Fees) ભરવામાં સહાય કરે છે. અત્યાર સુધી 37,500 દીકરીઓને સ્કૂલ ફી પેટે 4 કરોડ 26 લાખ રૂપિયા સ્કૂલ ફી માટે સહાય કરેલ છે.
પ્લેનમાં બેસવાની ઈચ્છા થશે બાળકીઓની પુરી,પ્રવાસમાં કરશે સિદ્ધિ વિનાયક દર્શન.
ગરીબ તથા મધ્યમવર્ગની છોકરીઓની ઈચ્છા પ્લેનમાં બેસવાની હતી. જેને લઇને નિશિતા રાજપૂત એ વડોદરા શહેરની 51 દીકરીઓને પહેલીવાર પ્લેનમાં સિદ્ધિવિનાયક મંદિર મુંબઈ લઈ જશે. તથા તારક મહેતાના સેટ પર પણ લઈ જશે. અને રાત્રે પ્લેન મારફતે પરત ફરશે. આ પ્રકારના પ્લેનના પ્રવાસને લીધે બાળકીઓ ખૂબ જ આનંદિત છે. આ લોકો આવતીકાલ વહેલી સવારે પ્લેન મારફતે મુંબઈ જશે તથા રાત્રે 9:30 કલાકે પરત ફરશે.
Published by:
kuldipsinh barot
First published:
April 27, 2022, 9:40 PM IST