Vadodara Weather: શહેરમાં કાળઝાળ ગરમી, ભરબપોરે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર.ચામડી દઝાડે તેવી ગરમીથી લોકો હેરાન


Updated: April 29, 2022, 5:40 PM IST
Vadodara Weather: શહેરમાં કાળઝાળ ગરમી, ભરબપોરે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર.ચામડી દઝાડે તેવી ગરમીથી લોકો હેરાન
તંત્ર દ્વારા લોકોને બપોરે 1 થી 4 દરમ્યાન કામ સિવાય ન નીકળવા અપીલ...

શહેર સહિત રાજ્યભરમાં ગરમીએ માઝા મૂકી છે. વડોદરામાં પણ તાપમાનનો પારો સડસડાટ વધી રહ્યો છે. 42 ડિગ્રી તાપમાનનો પારો વધીને 43.6 ડિગ્રીને પાર કરી ગયો છે. જેથી શહેરીજનો પણ આકરી ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

  • Share this:
વડોદરા: શહેર સહિત રાજ્યભરમાં ગરમીએ (Heat wave) માઝા મૂકી છે. વડોદરામાં પણ તાપમાનનો પારો સડસડાટ વધી રહ્યો છે. 42 ડિગ્રી તાપમાનનો પારો વધીને 43.6 ડિગ્રીને પાર કરી ગયો છે. જેથી શહેરીજનો પણ આકરી ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ગુજરાતમાં (Gujarat) કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત્ રહ્યું છે અને શહેરમાં તાપમાન 43 ડિગ્રીને પાર થઈ ગયું છે. અને આવનાર સમયમાં પણ પારો વધશે તેમ મનાય છે.

એપ્રિલના અંત પહેલાં ગ૨મીમાં વડોદરાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા, પારો 43 ડિગ્રીએ પાર.

એપ્રિલ માસમાં મે માસ જેટલી ગરમી નોંધાઈ રહી છે. વડોદરા જિલ્લાનું મહત્તમ તાપમાન 43.6 જ્યારે લઘુત્તમ તાપમાન 23.6 ડીગ્રી નોંધાયું હતું. એપ્રિલના અંત પહેલાં ગ૨મીમાં વડોદરાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે મે માસમાં તો ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. કાળઝાળ ગરમીને કારણે બપોરે માર્ગો સૂમસામ બન્યા છે. મોડી સાંજ સુધી ગરમીની તીવ્રતા રહેતાં લોકો ત્રાહિમામ થયા.

આ પણ વાંચો: બાવળાની શાળામાં શિક્ષક ટીના ભરવાડે પ્રિન્સિપાલને આપ્યો ત્રાસ, પ્રિન્સિપાલની આત્મહત્યા

આવનારી 2જી મે સુધી ગરમીનો પારો 44 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ શકે છે

આવનારી 2જી મે સુધી ગરમીનો પારો 44 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ શકે છે. 2જી મે પછી પવનોની પેટર્ન બદલાતાં તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી અસરથી ગરમીમાં 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ગુરુવારે મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજ સવારે 45 ટકા અને 18 ટકા નોંધાયું હતું. પશ્ચિમની દિશાથી 8 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.આ પણ વાંચો: અમદાવાદમાં આગામી બે દિવસ Red Alert જાહેર, તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે

આવતીકાલ શનિવારે લઘુતમ તાપમાન 27 ડિગ્રી તથા મહતમ તાપમાન 43 ડિગ્રી નોંધવાની સંભાવના

આજરોજ શુક્રવારે વડોદરા શહેરમાં લઘુતમ તાપમાન 26 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયેલ છે. જેમાં ભેજનું પ્રમાણ 39 ટકા તથા હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાયેલ છે. આવતીકાલ શનિવારે લઘુતમ તાપમાન 27 ડિગ્રી તથા મહતમ તાપમાન 43 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. તથા હવાની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાકની તથા ભેજનું પ્રમાણ 32 ટકા જેટલું નોંધવાની સંભાવના રહેલી છે.
Published by: kuldipsinh barot
First published: April 29, 2022, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading