વડોદરા: પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા દિવાળીને લઇને ખાસ સુવિધાનું આયોજન


Updated: October 19, 2021, 11:56 PM IST
વડોદરા: પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા દિવાળીને લઇને ખાસ સુવિધાનું આયોજન
ટપાલ ટિકિટોના એકઝીબીશનનુ આયોજન કરવામાં આવનાર છે

દિવાળીમાં લોકો બહારગામ રહેતા પોતાના પરિવારજનો તથા સંબંધીઓને ટપાલ મારફતે દિવાળી શુભેચ્છા કાર્ડ્સ, ગિફ્ટ તથા મીઠાઈઓ મોકલી દિવાળીની ?

  • Share this:
1. શહેરના રાવપુરા પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા દિવાળીને લઇને ખાસ સુવિધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. સાથે જ આગામી સમયમાં ટપાલ ટિકિટો ઉપર એકઝીબીશન યોજવામાં આવનાર છે...


દિવાળીમાં લોકો બહારગામ રહેતા પોતાના પરિવારજનો તથા સંબંધીઓને ટપાલ મારફતે દિવાળી શુભેચ્છા કાર્ડ્સ, ગિફ્ટ તથા મીઠાઈઓ મોકલી દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા હોય છે. ત્યારે દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાવપુરા પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.


જે અંગે રાવપુરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર એસ.વી.પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, દિવાળીના પર્વને લઇને લોકો સુધી જલ્દી અને સરળતાથી ટપાલ પહોંચી શકે તે માટે ખાસ સુવિધાનુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આગમી તારીખ 21 તથા 22મી ઓક્ટોબરના રોજ વિવિધ ટપાલ ટિકિટોના એકઝીબીશનનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં અલગ અલગ અને જૂનો ઇતિહાસ ધરાવતી ટપાલ ટિકિટોને એકઝીબીશનમાં મુકવામાં આવશે. જનતા આ એક્ઝિબિશન Yes it's www.vadopex.org વેબસાઈટ પરથી જોઇ શકશે. 21મી ઓક્ટોબરે આ એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવશે તથા 22મી ઓક્ટોબરે સમાપન કરવામાં આવશે.

2. પાણીની સમસ્યાને લઈને રહીશો દ્વારા માટલા ફોડી અને પાણી નહીં, તો વેરો નહીં... ના સૂત્રોચાર સાથે ઉગ્રહ ચીમકી કરવામાં આવી...


વાઘોડિયા રોડ પર આવેલ ખટંબા અબૅન રેસીડેન્સી એક પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આવેલ છે. જેમાં પાણીની સમસ્યાને લઈને ત્યાંના રહીશો દ્વારા માટલા ફોડી અને પાણી નહીં, તો વેરો નહીં... ના સૂત્રોચાર સાથે ઉગ્રહ ચીમકી કરવામાં આવી અને સાથે સાથે જો પાણીની સમસ્યાનો નિકાલ વહેલામાં વહેલી તકે નહીં કરવામાં આવે, તો આવનારા ઇલેક્શનનો બહિષ્કાર કરવામાં આવશે એવું જણાવેલ.


જે આવાસોમાં કુલ ટોટલ 1284 મકાન આવેલ છે, જેમાંથી ટાવરમાં 84 મકાનો આમ કુલ ટોટલ 16 ટાવરો આવેલ છે. 84 મકાનો વચ્ચે પાણીની 21 લાઇનો આપેલ છે. જેથી પૂરતું પાણી ન મળી શકે તેથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોને બહારથી ટેન્કરો પણ મંગાવવા પડે છે. તેથી લોકો ત્રાહિમામ થઈને પાણીનો વેરો નહીં ભરવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.તેઓનું કહેવું છે કે, 1284 મકાનોના આશરે 20 થી 25 લાખ જેટલો વેરો કોર્પોરેશનને જ મળતો હોય. આ સમસ્યાનું નિરાકરણ કેમ ન આવે. જો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા દુર નહી થાય, તો કોર્પોરેશનને આ 20 થી 25 લાખના વેરાનું નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડશે.
First published: October 19, 2021, 11:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading