Vadoara: પૂર્વ ચોમાસાની કામગીરીમાં પણ ધકેલ પંચા, રાહદારીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર


Updated: April 29, 2022, 9:16 PM IST
Vadoara: પૂર્વ ચોમાસાની કામગીરીમાં પણ ધકેલ પંચા, રાહદારીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર
કામચોરીની પણ હદ હોય છે !!! જેનું જીવતું જાગતું ઉદાહરણ અહીં જૉઇ શકાય છે. 

શહેરમાં કોર્પોરેશન દ્વારા પૂર્વ ચોમાસાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેથી કરીને આવનાર ચોમાસા દરમિયાન શહેરની ગટર લાઈન, તથા કાંસો સાફ રહે, અને પાણી સરળતાથી વહી જાય. જેથી કરીને રાહદારીઓને પણ મુશ્કેલી પડે નહીં. 

  • Share this:
વડોદરા: શહેરમાં કોર્પોરેશન (Vadodara Corporation) દ્વારા પૂર્વ ચોમાસાની કામગીરી (Pre Monsoon Work) શરૂ કરી દેવામાં આવી છે. જેથી કરીને આવનાર ચોમાસા દરમિયાન શહેરની ગટર લાઈન (Drainage Line), તથા કાંસો સાફ રહે, અને પાણી સરળતાથી વહી જાય. જેથી કરીને જાહેર રસ્તાઓ પર પાણી ભરાઈ નહિ અને રાહદારીઓને પણ મુશ્કેલી પડે નહીં. પરંતુ આમાં પણ કામ કર્યું તો એવું કર્યું જેનાથી મુશ્કેલીમાં વધારો કરી દીધો.

VMCની કામચોરીના કારણે ગંભીર અકસ્માત થવાની ભીતિ.

જે રસ્તાઓ પરની ગટર લાઈન સાફ કરી રહ્યા છે, એનો કચરો, માટી, બધું જ ગટરના ઢાંકણાની બહાર જ ઠાલવી દેવામાં આવે છે. અને એના બાદ પણ એવું નહીં કે, ત્યાંથી એ બધી વસ્તુનો નિકાલ કરવામાં આવે. ત્યાં ને ત્યાં જ બધુ પાથરેલું પડ્યું છે. એ રસ્તા પર અવર જવર કરનાર રાહદારીઓની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. જો કોઈનું ધ્યાન ન હોય, તો રાહદારીઓને કેટલી ગંભીર ઇજા થવાની શકયતા રહેલી છે. કામચોરીની પણ હદ હોય છે !!! જેનું જીવતું જાગતું ઉદાહરણ અહીં જૉઇ શકાય છે.
Published by: kuldipsinh barot
First published: April 29, 2022, 9:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading