વડોદરા: કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવા માટેની કામગીરી શરૂ


Updated: November 26, 2021, 7:15 PM IST
વડોદરા: કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવા માટેની કામગીરી શરૂ
વડોદરા: પ્રથમ દિવસે જ સયાજી હોસ્પિટલમાં 100 થી વધુ ડેથ સર્ટિફિકેટ અપાયાં

પ્રથમ દિવસે જ સયાજી હોસ્પિટલમાં 100 થી વધુ ડેથ સર્ટિફિકેટ અપાયાં, ડોક્યૂમેન્ટ્સના અભાવે કેટલાકનો ફેરો માથે પડ્યો. કોરોનામાં મૃત્યુ 

  • Share this:
વડોદરા: પ્રથમ દિવસે જ સયાજી હોસ્પિટલમાં 100 થી વધુ ડેથ સર્ટિફિકેટ અપાયાં, ડોક્યૂમેન્ટ્સના અભાવે કેટલાકનો ફેરો માથે પડ્યો. કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાય આપવા માટેની કામગીરીનો ધમધમાટ વડોદરા શહેર - જિલ્લામાં ગુરુવારથી શરૂ થયો હતો. અર્બન હેલ્થ સેન્ટરમાં અને જિલ્લાની મામલતદાર કચેરીઓ ખાતે સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ થયેલ છે. જ્યારે એસ.એસ.જી ખાતે ડેથ સર્ટિફિકેટ લેવા માટે આવાનારા લોકોની ભીડ ઉમટી પડી હતી. બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટર્સના કર્મચારીઓને રોજના 25 કોલ કરીને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બોલાવવાના આદેશો અપાયો છે.


અન્ય શહેરોની સરખામણીમાં વડોદરામાં મોડે મોડે કોરોનાનામૃતકોની સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાથી સત્તાવાર 623 મૃત્યુ નોંધાયા છે. જયારે બિન સત્તાવાર આંક 3 હજારથી વધુ હોવાનું મનાય છે. એસ.એસ.જી હોસ્પિટલમાં સવારથી જ કોરોનાની સહાયનું ફોર્મ ભરવા માટે રેકર્ડ વિભાગમાં જરૂરી ડેથ સર્ટિફિકેટ લેવા લાઇનો લાગી હતી. જ્યારે બપોરે 4 વાગ્યા બાદ ફરી કામગીરી શરૂ થઇ ત્યારે રીતસરની ભીડ એકઠી થઇ ગઇ હતી. બેસવા માટેની કોઇ વ્યવસ્થા ન હોવાથી એકથી સવા કલાક લોકોને સર્ટિફિકેટ માટે ઊભા રહેવાની ફરજ પડી હતી. જોકે કેટલાક મૃતકોની ફાઇલો ઝડપથી મળી જતાં 20 મિનિટમાં જ સર્ટિફિકેટ મળી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: કોરોનાની સહાય માટે સંપર્ક વારસદાર એકથી વધુ હશે તો આપવું પડશે એફિડેવિટ

એસએસજીમાં સવારના 10.30 થી 12.30 અને બપોરે 4.00 થી 6.00 દરમિયાન ડેથ સર્ટિફિકેટ આપવાની કામગીરી ચાલી રહી છે. અર્બન હેલ્થ સેન્ટરના સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ તેમની પાસે મૃતકોના કોરોના પોઝિટિવ રિપોર્ટની વિગતો હોય છે. આ સાથે તેમના અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત આવતી વસ્તીમાં કેટલા લોકો મૃત્યુ પામેલા છે તેમની પણ વિગત હોય છે. વધુમાં તેમને સરળતા પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તેમને યાદી પણ સુપ્રત કરવામાં આવી છે. તેમાં રહેલા ફોન નંબર દ્વારા મૃતકોના સ્વજનોને ફોન કરવાનું શરૂ કરાયું છે. જેમાં ગુરુવારે આરોગ્ય કેન્દ્રો અને મામલતદાર કચેરીએથી 750 મૃતકોના પરિવારજનોને ફોન કરાયા હતા. કોરોનાના મૃતકોના પરિવારજનોને અપાનારી સહાય માટે સૌથી અગત્યના ડોક્યુમેન્ટ પૈકીનું એક ડેથ સર્ટિફિકેટ છે. એસ.એસ.જીમાં આ સર્ટિફિકેટ્સના વિતરણ માટે નાની જગ્યામાં સંખ્યાબંધ લોકો એકઠા થયા હતા. સર્ટિફિકેટ મળવાની સાથે સહાય તરફનું એક કદમ પૂરું થતાં લોકો હાશકારો વ્યક્ત કરતા હતા. અર્બન હેલ્થ સેન્ટર અને મામલતદાર કચેરીએથી ફોર્મ મેળવીને ભરી શકાશે.
First published: November 26, 2021, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading