વડોદરામાં ભારે વરસાદ: અંદાજે 510 વર્ષ જૂના ઐતિહાસિક લહેરીપૂરા દરવાજાની છતનો ભાગ ધરાશાયી


Updated: September 22, 2021, 5:36 PM IST
વડોદરામાં ભારે વરસાદ: અંદાજે 510 વર્ષ જૂના ઐતિહાસિક લહેરીપૂરા દરવાજાની છતનો ભાગ ધરાશાયી
લહેરીપુરા દરવાજો

અંદાજે 510 વર્ષ જૂનો લહેરી પુરા દરવાજો તંત્રની બેદરકારીને કારણે જર્જરિત થઈ રહ્યો છે. ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે.

  • Share this:
વડોદરા : બે દિવસ પૂર્વ ભારે વરસાદ ને કારણે ઐતિહાસિક લહેરીપૂરા દરવાજાનો ભાગ તૂટી ગયો હતો. અંદાજે 510 વર્ષ જૂનો લહેરી પુરા દરવાજો તંત્રની બેદરકારીને કારણે જર્જરિત થઈ રહ્યો છે. ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. વર્ષ 2017 માં જ આ ઐતિહાસિક દરવાજાનું રીનોવેશન કરાવ્યું હતું અને વર્ષ 2018 માં બાંધકામનો ભાગ તૂટવા લાગ્યો હતો. ત્યારે કોર્પોરેશન દ્વારા ASI પાસે સમારકામ કરાવ્યું હતું.

વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા પૈકીના ન્યાયમંદિર દરવાજાની છતનો ભાગ ધરાશાયી થતાં ઉત્તેજના છવાઇ હતી. આજે મેયર કેયુર રોકડીયા અને ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સહિત ટીમે લહેરીપુરા દરવાજાની મુલાકાત લીધી. મેયર એ જણાવ્યું હતું કે, એ.એસ.આઈની ટીમને આ દરવાજાનું સંપૂર્ણ કામ સોંપવામાં આવેલ છે. આ છત કેમ તૂટી , એ બાબત પર સર્વે કરવામાં આવ્યો અને કામગીરી આગળ ધપાવવામાં આવી. જોકે 75 લાખના ખર્ચે કામ કરાવ્યું હોવા છતાં દરવાજા નો ભાગ તૂટી પડ્યો છે.
First published: September 22, 2021, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading