રાજ્યમાં સો ટકા નલ સે જલ મેળવનાર છઠ્ઠો જિલ્લો બન્યો વડોદરા: સીએમ ભૂપેન્દ્ર પટેલ


Updated: November 16, 2021, 9:05 PM IST
રાજ્યમાં સો ટકા નલ સે જલ મેળવનાર છઠ્ઠો જિલ્લો બન્યો વડોદરા: સીએમ ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર જાહેર કર્યો...

વડોદરા, સાવલી, ડેસર અને કરજણ તાલુકાના કુલ 211 ગામો માટે રૂ. 364 કરોડની નવીન પાંચ જુથ પાણી પુરવઠા યોજનાઓનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂત

  • Share this:
વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે,ગુજરાતમાં હવે પાણી સમસ્યાનું કારણ નહીં પણ,વિકાસનું માધ્યમ બન્યું છે. પાણી વિતરણના સુગ્રથિત આયોજનના કારણે આજે છેવાડા ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી અને ખેડૂતોને વિવિધ સિંચાઇ યોજનાઓ થકી કૃષિ માટે પાણી પહોંચતું કર્યું છે.

સાવલી ખાતે યોજાયેલા પાણી પુરવઠા વિભાગના કાર્યક્રમમાં ઉક્ત સંદર્ભે તેમણે કહ્યું કે,છેવાડાના માનવીને પણ શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અમારી સરકારનો સતત પ્રયાસ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા જિલ્લાના સાવલી ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો હતો.

રાજ્યમાં સો ટકા નલ સે જલ મેળવતા ગાંધીનગર,મહેસાણા,આણંદ,બોટાદ અને પોરબંદર પછી છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે. આ સાથે,મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે કુલ રૂ. 491.39 કરોડના પાણી પુરવઠાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.

તેમણે ઉમેર્યું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જલ જીવન મિશન હેઠળ વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સંકલ્પને વડોદરા જિલ્લાએ 2021માં જ સાકાર કરી લીધો છે. રાજ્યના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું પાણી પહોંચાડવા વડાપ્રધાનશ્રીના સંકલ્પને વર્ષ 2022 સુધીમાં પરિપૂર્ણ થઇ જાય એ નિર્ધાર સાથે ગુજરાતમાં આ યોજનાની કામગીરી ત્વરાથી થઇ રહી છે.

આ પણ વાંચો: સુરત: યુવતીએ જન્મ દિવસે જ ફ્લેટના પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે,વિકાસના વિચારને અમારી સરકારે આત્મસાત કરી નાનામાં નાના અને દરેક વ્યક્તિની જરૂરિયાતને પરિપૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળ લઇ જવાનો ઉપક્રમ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દીર્ઘદ્રષ્ટિ અને લાંબાગાળાની જરૂરિયાતને ધ્યાને લઇ શરૂ કર્યો હતો. તે પથ પર અમારી સરકાર ચાલી રહી છે.ભૂતકાળમાં પાણી સરળતાથી ઉ૫લબ્ધ હોય તેવા વિસ્તારોમાં માનવ વસાહતો સ્થપાતી હતી અને જળાશયો કે નદીઓની આસપાસ સંસ્કૃતિ વિકસી હતી. પરંતુ,આપણે જાણીએ છીએ કે પાણી માટે ગુજરાતે લાંબા સમય સુધી પાણીની તંગી ભોગવી છે. પાણીના સુલભ સ્ત્રોતના અભાવે મહિલાઓને ખાસ પરેશાની વેઠવી પડતી હતી. પણ,હવે પાણી પુરવઠાના લાંબાગાળાના આયોજનના કારણે ઘરઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: પાટણની સગીરાને તાલિબાની સજાના કેસમાં રિપોર્ટ સોંપાયો, કોર્ટના ચુકાદા બાદ કરાશે સહાય

કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની હિમાયત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે,પાણીનું મૂલ્ય સમજી તેના એકએક ટીપાનો સદ્દઉપયોગ કરવો જોઇએ. પાણીને પ્રભુના પ્રસાદની જેમ વાપરવું જોઇએ. આપણે જાણીએ છીએ કે,દુનિયા ઉપર ક્લાઇમેટ ચેન્જના ગંભીર પરિણામો મંડરાઇ રહ્યા છે. નળમાંથી ટીપેટીપે ટપકતા પાણીથી વર્ષે 36 હજાર લિટર પાણીનો વ્યય થાય છે. આવા વ્યયને અટકાવી,પાણીનું મહત્વ સમજી તેનો બગાડ ના કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
સૌના સાથ,સૌના વિકાસ,સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ભારતની કામગીરી નોંધનીય રહી છે. ગુજરાતે પણ સૌના સહિયારા પ્રયાસોથી કોરોનાનો સજ્જડ સામનો કરી લોકોની જાન બચાવી છે.

વડોદરા જિલ્લાની વિકાસયાત્રા સતત આગળ વધતી રહી છે ત્યારે,જિલ્લાના વિકાસમાં ખુટતી કડીઓને પરિપૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ નિરામય ગુજરાત અભિયાનની ભૂમિકા આપી હતી. પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે,પાણીને જળશક્તિ તરીકે પ્રસ્થાપિત કરીને નરેન્દ્રભાઇ એ દેશમાં 100 ટકા નલ સે જલ હર ઘર જલનો સંકલ્પ કર્યો છે. સો ટકા નલ સે જલનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વડોદરા જિલ્લો છઠ્ઠો છે. રાજ્યમાં સો ટકા“નલ સે જલ”મેળવતા ગાંધીનગર,મહેસાણા,આણંદ,બોટાદ અને પોરબંદર જિલ્લા પછી છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે.

તેમણે કહ્યું કે,'હર ઘર નલ સે જલ’યોજના અંતર્ગત વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલ છે અને આ તમામ ઘરોને રૂ. 83.90 કરોડના ખર્ચે 100 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોચાડવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે,પીએમજેએવાય,મા કાર્ડ-આરોગ્ય સુવિધાઓ રસ્તાઓ બાદ હવે પાણી પણ લોકોના ઘર સુધી પહોંચી ગયું છે. જેના કારણે જન સુખાકારીમાં વધારો થયો છે.

મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના 39 ગામ તથા 34 પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલ મહી નદીમાં કૂવાના સ્ત્રોત આધારિત રૂ.126.59 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજના દ્વારા હવેથી 2.42 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે.

મુખ્યમંત્રીએ વડોદરા,સાવલી,ડેસર અને કરજણ તાલુકાના કુલ 211 ગામો માટે અંદાજે રૂ. 364.80 કરોડની નવીન પાંચ જુથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજનાઓ સાકાર થતાં 4.35 લાખ ગ્રામીણ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળી રહેશે. મુખ્યમંત્રીના રાહતકોષ અને કન્યા કેળવણી નિધિમાં આગેવાનો,ઉદ્યોગપતિઓ દ્વારા દાન અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રારંભમાં સ્વાગત પ્રવચન વાસ્મોના મુખ્ય કારોબારી અધિકારી જીન્સી રોયે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારે આભાર માન્યો હતો.
Published by: kuldipsinh barot
First published: November 16, 2021, 8:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading