વડોદરા શહેરની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ શરદપૂર્ણિમાની રાત ગરબે ઘૂમ્યા...


Updated: October 20, 2021, 9:51 PM IST
વડોદરા શહેરની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ શરદપૂર્ણિમાની રાત ગરબે ઘૂમ્યા...
વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહભેર શરદપૂનમની રાત્રિમાં ગરબે ઘુમતા નજરે ચડ્યા. 

વડોદરા શહેરના વાસણા-ભાયલી વિસ્તારમાં આવેલ નવરચના યુનિવર્સિટી દ્વારા શરદપૂનમ નિમિતે નવખૈલૈયાનું આયોજન કરવામાં આવેલ. ગરબાનું આયોજન

  • Share this:
વડોદરા: શહેરના વાસણા-ભાયલી વિસ્તારમાં આવેલ નવરચના યુનિવર્સિટી (Navrachana University) દ્વારા શરદપૂનમ (Sarad Poonam) નિમિતે નવખૈલૈયા (NavKhailaiya)નું આયોજન કરવામાં આવેલ. ગરબાનું આયોજન યુનિવર્સિટીના પરિસરમાં જ રાખવામાં આવેલ અને તમામ કોરોનાની ગાઈડલાઈનું પાલન કરીને 400 લોકોની મંજૂરી સાથે ગરબાનું આયોજન કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહભેર શરદપૂનમની રાત્રિમાં ગરબે ઘુમતા નજરે ચડ્યા.

તદુપરાંત શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (The Maharaja Sayajirao University) ના વિદ્યાર્થીઓ દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવેલ. જે હરણી વિસ્તારમાં આવેલ જે.એમ.હોલ ખાતે આયોજિત કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ દ્વારા એક નવા ઉદેશ્યથી ગરબા રમવામાં આવેલ. જેમાં મુખ્ય ધ્યેય એ હતો કે, લોકોમાં વેક્સિનેશનની જાગૃતિ આવે અને આપણો દેશ કોરોનોના મુક્ત બને. તથા ગરબા રમ્યા બાદ દૂધ-પૌઆનું પણ આયોજન કરવામાં આવેલ.
Published by: kuldipsinh barot
First published: October 20, 2021, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading