વડોદરા : પાલિકાએ બે સ્થળોએ મંદિરનું સ્ટ્રક્ચર તોડી પાડતા હિંદુ જાગરણ મંચ દ્વારા ધરણાંl; અન્ય સમાચારો


Updated: July 30, 2021, 7:53 AM IST
વડોદરા : પાલિકાએ બે સ્થળોએ મંદિરનું સ્ટ્રક્ચર તોડી પાડતા હિંદુ જાગરણ મંચ દ્વારા ધરણાંl; અન્ય સમાચારો
વડોદરા મહાનગર પાલિકાની ફાઇલ તસવીર

Demolished Temple at Sursagar lack, Free Xarreer guidance seminar by Shree Malhar mangal Group

  • Share this:
વડોદરા (Vadodara) મહાનગરપાલિકાની (VMC) દબાણ શાખાએ આજે વહેલી સવારના સમયે શહેરમાં અલગ-અલગ બે વિસ્તારમાં મંદિરનું (Temple) સ્ટ્રક્ચર તથા મંદિરની બનાવવામાં આવેલી દેરી તોડી પાડી હતી. કોઈપણ પ્રકારની મંજૂરી વિના ઉભા કરવામાં આવેલા બંને ધાર્મિક સ્થળોનો ભાગ ગેરકાયદેસર રીતે સરકારી જગ્યામાં બનાવવામાં આવ્યો હોવાથી તેના સ્ટ્રક્ટચર દૂર કરવામાં આવ્યા હતા. જેને પગલે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. મંદિર ટ્રાફિકને નડતરરૂપ ન હતું તેમ છતાં પણ કેમ તોડવામાં આવી અને તેને પુન સ્થાપિત કરી આપે તેવી માંગણી સાથે હિંદુ જાગરણ મંચ દ્વારા આજે ધરણાં ઉપર બેસીરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા 10થી વધુ લોકોની રાવપુરા પોલીસે અટકાયત કરી છે. દાંડિયા બજાર ફાયર સ્ટેશન પાસે ત્રણેક મહિના અગાઉ કેટલાક લોકોએ મહાકાળી મંદિરની દેરી બનાવી દીધી હતી. આ જગ્યા પણ રસ્તાની વચ્ચે અને ગેરકાયદે હોવાથી દબાણ શાખાએ અહીંથી મંદિરની દેરી દૂર કરી હતી.

કારકીર્દી માર્ગદર્શન કરાયું

શ્રી મલ્હાર મ્હાળસાકાંત મંગલ કાર્યાલય સંઞઠન દ્વારા ધો- 10,12 અને કોલેજનાં વિધાર્થીઓને માટે નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન 24મી જુલાઈના રોજ વાડી સ્થિત ખેડકર ફળિયામાં આવેલ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું.

શ્રી મલ્હાર મ્હાળસાકાંત  મંગલ કાર્યાલય સંઞઠન દ્વારા શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ માટે નિ શુલ્ક કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ ની સાથે તેઓના વાલી પણ ઉપસ્થિત રહયા હતા. કોવિડ 19ની એસઓપીનું પાલન કરવામાં આવશે. કાર્યક્રમમાં ગણતરીના વિધાર્થીઓ જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં આર્મડ ફોર્સ ઈન્ડિયન આર્મીના રિટાયર્ડ કર્નલ વિનોદ ફલનીકર માર્ગ દર્શન આપશે . ઉપરાંત આઈએએસ અને જીપીએસસી અંગે વિજય સોનવણેએ ઉપસ્થિત રહીને વિધાર્થીઓને કારકિર્દી વિષયક અને પરીક્ષાની  તૈયારીઓ અંગે જરૂરી માર્ગ દર્શન આપ્યું હતું. ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારી, સેલ્સટૅક્ષના રિટાયર્ડ કમિશનર ,  કર્નલ તેમજ સેન્ટ્રલ એક્સાઈઝના ઊચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને કારકિર્દી વિષયક માર્ગદર્શન આપવામા આવ્યુ.
First published: July 25, 2021, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading