વડોદરાઃ કમકમાટી ભર્યા અકસ્માતનો live video: મોબાઈલમાં મગ્ન યુવકને સિટી બસે મારી ટક્કર, યુવકનું મોત

News18 Gujarati
Updated: July 22, 2021, 10:38 PM IST
વડોદરાઃ કમકમાટી ભર્યા અકસ્માતનો live video: મોબાઈલમાં મગ્ન યુવકને સિટી બસે મારી ટક્કર, યુવકનું મોત
વડોદરા અકસ્માતનો સીસીટીવી વીડિયો

Vadodara city busy accident cctv: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે એક યુવક મોબાઈલમાં વ્યસ્થ રહીને રોડ ક્રોસ કરવા જાય છે. અને આ સમયે સિટી બસની અડફેટે ચડી જાય છે.

  • Share this:
અંકિત ઘોનસિકર, વડોદરા: રાજ્યમાં અકસ્માતની (Road accident) ઘટનાઓ દરરોજ બનતી રહે છે અને તેના સીસીટીવી (CCTV) પણ સામે આવતા રહે છે ત્યારે આવી જ એક ઘટના વડોદરા (Vadodara) જિલ્લાના વાઘોડિયા તાલુકામાં બની છે. અહીં એક યુવક મોબાઈલમાં વ્યસ્થ રહીને રોડ ક્રોસ (cross road during boy use mobile) કરવા જાય છે. અને આ સમયે સિટી બસની અડફેટે (city bus hit boy) ચડી જાય છે. જેના પગલે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળાં ઉમટ્યાં હતા. જ્યારે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસે બસ ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી હતી. જ્યારે બીજી તરફ સિટી બસના સંચાલકો દ્વારા બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સિટી બસ સાથે યુવકના અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

ચેતવણી રૂપ ઘટના સીસીટીવીમાં કેદ
અત્યારના સમયમાં મોબાઈલનું એટલુ ઘેલું લાગ્યું છે કે નાનાથી લઈને મોટા લોકો મોટાભાગે મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે. ત્યારે વડોદારમાં બનેલી આ ઘટના એક ચેતવણીરૂપ ઘટના કહી શકાય. મોબાઈલમાં વ્યસ્ત યુવકને સિટી બસે અડફેટે લેવાની ઘટના નજીક આવેલી હોસ્પિટલના ગેટ ઉપર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. અકસ્માતનો આ વીડિયો જોઈને ભલભલાના રૂંવાડા ઊભા થઈ જાય.

મોબાઈલમાં વ્યસ્થ યુવકને સિટી બસનો સહેજ પણ અણસાર ન્હોતો
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છેકે રોડની એક બાજુથી એક યુવકના હાથમાં મોબાઈલ છે અને યુવકનું સંપૂર્ણ ધ્યાન મોબાઈલમાં હોય એવું દેખાઈ રહ્યું છે. મોબાઈલમાં વ્યસ્થ યુવકને સહેજ પણ અણસાર ન્હોતો કે સિટી બસ આવી રહી છે. આ જેવો તે રસ્તા વચ્ચે પહોંચે છે ત્યાં સિટી બસે તેને અડફેટે લીધો હતો.

આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસઆ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

થોડા સુધી બસ સાથે ઘસેડાયો યુવક
રોડ ક્રોસ કરતા યુવકને સિટી બસ ચાલકે અડફેટે લીધો હતો. યુવક થોડા અંતર સુધી સિટી બસ સાથે જ ઘસડાયો હતો અને ત્યારબાદ ઊંધો પડી ગયો હતો. જ્યાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને નજરે જોનારા લોકો થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

મૃતક ઉત્તર પ્રદેશના ધરમપુરનો રહેવાસી
ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને મરનાર અંગે તપાસ કરતા આ વ્યક્તિનું નામ સચિન બ્રિજેશભાઇ કશ્યપ જે મૂળ ધરમપુર, ઉત્તરપ્રદેશનો રહેવાસીનો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત સચિનભાઇ કશ્યપ ધીરજ હોસ્પિટલમાં આવ્યો હતો અને હોસ્પિટલમાંથી નીકળીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે વાઘોડિયાથી વડોદરા તરફ પુરપાટ જતી સિટી બસની અડફેટે આવી જતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું.પોલીસે બસ ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી
વાઘોડિયા પોલીસે આ બનાવ અંગે સિટી બસ ચાલક હિરાભાઇ બારીયા સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ સીટી બસના સંચાલકો દ્વારા બસ ચાલક હિરાભાઇ બારીયાને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
Published by: ankit patel
First published: July 22, 2021, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading