વડોદરા : નવી પેઢીના યુવક-યુવતીઓની સેવા, બે શહેરોમાં દર રવિવારે કૂપોષિત બાળકોને દૂધ વિતરણ કરાય છે


Updated: July 30, 2021, 7:52 AM IST
વડોદરા : નવી પેઢીના યુવક-યુવતીઓની સેવા, બે શહેરોમાં દર રવિવારે કૂપોષિત બાળકોને દૂધ વિતરણ કરાય છે
વડોદરા અને સુરતમાં આ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે સેવા

Vadodara News : વડોદરાની ટીમ સંવેદના કરી રહી છે અનોખી સેવા આ પ્રવૃતિઓને કારણે સમાજમાં આવી રહ્યા છે બદલાવ

  • Share this:
કોરોનાકાળમાં શહેરની અનેક સંસ્થાઓ અને લોકોએ મન મૂકીને સેવા કરી છે ત્યારે શહેરના સમર્પિત ટ્રસ્ટના ટીમ સંવેદના દ્વારા પણ અનેક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જે વિશે માહિતી આપતા સમર્પિત ટ્રસ્ટના ફાઉન્ડર અંકિતા શર્માએ જણાવ્યું હતું કે, વર્ષ 20ાં19ે ટ્રસ્ટની સ્થાપના કરી અને ટીમ સંવેદનાના મારફતે અમે કુપોષિત બાળકોને પોષણ આપવાનું કાર્ય કરીએ છીએ. વડોદરા અને સુરતમાં ચાલતી અમારી પ્રવૃત્તિ અંતર્ગત દર રવિવારે  દૂધનું વિતરણ કરીએ છીએ. જે સેવાકિય પ્રવૃત્તિમાં બિઝનેસ મેન, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને હાઉસ વાઈફ મદદ કરે છે. આ સાથે માર્ચ ૨૦૨૦થી આજ સુધી કોરોનાનો ભોગ બનેલા લોકોને ભોજન આપવામાં આવે છે. આ સાથે એક મહિના સુધી ચાલે એટલું રાશન ભરેલી કિટોનું પણ ૫૦૦થી વધારે લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોનામાં વાલીની છત્ર - છાયા ગુમાવનાર 50 બાળકોને શૈક્ષણિક સહાય કરાશે

સમર્પિત ટ્રસ્ટ દ્વારા કોરોનામાં વાલીની છત્ર - છાયા ગુમાવનાર બાળકોને શૈક્ષણિક સહાય કરાશે. વર્ષ દરમિયાન ૫૦ બાળકોને દરેક પ્રકારની શૈક્ષણિક સહાય આપતા તેઓને કંપાસ, નોટબુક, બેગ અને ફી પણ ભરવામાં આવે છે.

આ પણ વાંચો : વડોદરા: આપઘાતના વિચારો આવે છે, જીવનમાં હતાશા વ્યાપી ગઈ છે? એક ફોન કરો, પોલીસ કરશે મદદ

200 લોકોના જીવ બચાવવા પ્લાઝમા અને બ્લડ ડોનેશન કરાયું

કોરોનાના બીજા વેવમાં જ્યારે લોકોના જીવ બચાવવા માટે પ્લાઝમા અને લોહીનું જરૂર પડતી હતી. એવા સમયે ટીમના સભ્યોએ ૨૦૦ લોકોના પ્લાઝમા અને લોહી પહોંચાડ્યું હતું. આ સાથે શહેરની જે હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટેના બેડ ખાલી હતા ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓને એડમિટ પણ કરાવ્યા હતા. આ સાથે અમે લોકોને કોરોના ના થાય તે માટે ૨૦૦ સ્ટીમર પણ આપ્યા હતા.

આ પણ વાંચો : સ્વીટી પટેલ કેસ : કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા? PIએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર

દિવાળીના સમયે 5000 લોકોને બોક્સ ઓફ હેપીનેસ આપીએ છીએ

છેલ્લા બે વર્ષથી દિવાળીના સમયે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે બોક્સ ઓફ હેપીનેસનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે ટીમ દ્વારા મીઠાઈ, ફટાકડા અને કપડાંના ૫૦૦૦ બોક્સનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે શિયાળના સમયે ૩૦૦થી વધુ ધાબળાનું પણ વિતરણ કરવામાં આવે છે.
First published: July 24, 2021, 9:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading