Vadodara: નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો વિરૂદ્ધ પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ


Updated: January 12, 2022, 6:54 PM IST
Vadodara:  નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો વિરૂદ્ધ પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ
કુલ-36 વાહન ચાલકોના કુલ રૂપિયા 19,000/- સમાધાન શુલ્ક વસૂલવામાં આવ્યા 

વડોદરા શહેરમાં હાલ ટ્રાફિકને લઈને વડોદરા પોલીસ જોરશોરથી કાર્યરત છે. જેમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્રારા વાહન પાછળ રિફલેક્ટરના લ

  • Share this:
વડોદરા: શહેરમાં હાલ ટ્રાફિકને લઈને વડોદરા પોલીસ જોરશોરથી કાર્યરત છે. જેમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્રારા વાહન પાછળ રિફલેક્ટરના લગાડેલો હોય, અડચણ રૂપ તેમજ નો પાર્કિંગમાં વાહન પાર્ક કરેલ હોય અથવા તેમજ રોંગ સાઇડે વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ સ્થળદંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સુચના મુજબ ગઈકાલથી શહેર વિસ્તારના અડચણરૂપ વાહનો તેમજ નો પાર્કિંગમાં વાહનો લોકો પાર્ક કરે છે તથા રોંગ સાઈડ વાહન ચલાવતા હોય, તેમજ વાહન પાછળ રિફલેક્ટર કે બ્રેક લાઈટ ન હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવેલી છે. જો વડોદરાવાસીઓ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે અથવા તો ટ્રાફિકને લઈને કોઈપણ જાતની ગેરવર્તણૂક કરતા નજરે ચડશે, તો વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર જ તેની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: સ્પા સેન્ટર ખોલવા અને મહિલા મિત્રની જરૂરિયાતો પૂરી કરવા પટાવાળાએ મિત્ર સાથે મળી બેંક લૂંટી

વડોદરા શહેર પુર્વ ઝોનના જુદા જુદા વિસ્તારોમા જુદા-જુદા PI, PSI, ASI, HC, PC નાઓની જુદી-જુદી ટીમો બનાવી ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધની ઝુબેંશ દરમ્યાન કુલ- 01 તથા અડચણરૂપ વાહનો તેમજ નો પાર્કિંગ માં વાહનો મુકતા કુલ - 20 તથા વાહનો પાછળ રિફલેક્ટર નહીં લગાડે તેમજ બ્રેક લાઈટ વગરના કુલ- 15 જેટલા વાહન ચાલકો મળી આવતા, કુલ- 10 વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે. તથા 03 વાહનચાલકોના લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ આગામી ત્રણ દિવસ રહેશે શિત લહેર, કચ્છમાં આગામી બે દિવસ 'યલો એલર્ટ'

આમ કુલ- 36 વાહન ચાલકોના કુલ રૂપિયા 19,000/- સમાધાન શુલ્ક વસૂલવામાં આવ્યા છે અને 75 જેટલા વાહનો પાછળ રિફલેક્ટર સ્ટીકર લગાડવામાં આવેલ છે. આગામી સમયમાં પણ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આ જ પ્રમાણેની ડ્રાઇવ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.
Published by: kuldipsinh barot
First published: January 12, 2022, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading