વડોદરા: Coronaના ત્રીજા વેવની સામે લડવા રસીકરણનો ખાસ 'એક્શન પ્લાન,' સેકન્ડ ડોઝ માટે વ્યૂહ રચના તૈયાર


Updated: July 31, 2021, 12:06 PM IST
વડોદરા: Coronaના ત્રીજા વેવની સામે લડવા રસીકરણનો ખાસ 'એક્શન પ્લાન,' સેકન્ડ ડોઝ માટે વ્યૂહ રચના તૈયાર
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના રસીકરણ (corona Vaccine) કાર્યક્રમ વચ્ચે કોરોનાના કેસમાં (Corona virsu cases) સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 9મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં 56,332 વ્યક્તિને એક જ દિવસમાં 976 કે્ન્દ્રો પરથી રસી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં માત્ર 234 નવા (Gujarat Corona Updates) કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)

Vadodara News : રવિવારે રસીકરણ હવે ફક્ત બીજા ડોઝ માટે કરવામાં આવશે. જાણો આરોગ્ય વિ

  • Share this:
શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશન (Vaccination) અંતર્ગત રવિવારે ખાસ ડ્રાઇવ રાખવામાં આવી છે. રાજ્ય (Gujarat) સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સેકન્ડ ડોઝ (Second Dose) માટે રવિવારે વેક્સિનેશન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે, જેને પગલે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા પણ રવિવારે વેક્સિનેશન ચાલુ રખાશે. શુક્રવારે વધુ 13,942 લોકોએ વેક્સિન લીધી. કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલના જણાવ્યા મુજબ, રવિવારે માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. સરકાર દ્વારા બીજા ડોઝને પ્રાયોરિટી આપવાની શરૂઆત કરાઈ છે, જેને પગલે વેક્સિનેશન ચાલુ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શાળાઓ શરૂ થઈ છે ત્યારે બંને ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા ખૂબ ઓછી છે.

પ્રથમ ડોઝ 90%થી વધુ લોકોએ લીધો છે, જ્યારે બીજો ડોઝ 30% ની આસપાસ લોકોએ લીધો છે.આ સાથે શુક્રવારે શહેરમાં કુલ 13,942 લોકોએ રસી મુકાવી હતી. જેમાં 18 વર્ષથી ઉપરના 4646 લોકોએ પ્રથમ ડોઝ અને 3777 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 45 વર્ષથી ઉપરના 1313 લોકોએ પ્રથમ ડોઝ અને 1917 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

હેલ્થ કેર વર્કર માત્ર એક વ્યક્તિએ પ્રથમ ડોઝ મુકાયો હતો. શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 1.20 લાખ જેટલા લોકોએ રસી મુકાવી છે રસી મુકાવી રહેલા લોકો પૈકી સૌથી વધારે 18 વર્ષથી ઉપરના યુવાનો પ્રથમ ડોઝ લઇ રહ્યા છે. હવે બીજો ડોઝ લેનારની સંખ્યા વધારાશે.

ત્રીજો વેવની સામે લાડવા માટે વેક્સિનનો બીજો ડોઝ લીધેલો હોવો જોઈએ. જો બીજો ડોઝ લીધો હોય તો જ માણસની ઇમ્યુનીટી શક્તિ ત્રીજા વેવની સામે લડી શકશે. તેથી રવિવારના રોજ બીજા ડોઝ લેનારા માટે ખાસ વેક્સિનેશન કેમ્પ ચાલુ રાખવામાં આવશે. જેથી કરીને વધારેમાં વધારે લોકો સુરક્ષિત થાય.
First published: July 31, 2021, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading