Vadodara Weather: શહેરમાં બપોરે જનતા કરફ્યુ જેવો માહોલ, ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચતા લોકો ત્રાહિમામ


Updated: April 27, 2022, 1:55 PM IST
Vadodara Weather: શહેરમાં બપોરે જનતા કરફ્યુ જેવો માહોલ, ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચતા લોકો ત્રાહિમામ
ભરબપોરે માથુ સેકી નાખે તેવો આકરો તડકો.રોડ રસ્તા સુમસન.

શહેરમાં ગઈકાલે ગરમીનો પારો 41.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. કાળઝાળ ગરમી વરસતા બપોરે રસ્તાઓ સુમસામ બન્યા હતા. ઉનાળો વધુ આકરો બની રહ્યો છે.

  • Share this:
વડોદરા: શહેરમાં (Vadodara) ગઈકાલે ગરમીનો પારો 41.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. કાળઝાળ ગરમી (Heat wave) વરસતા બપોરે રસ્તાઓ સુમસામ બન્યા હતા. ઉનાળો વધુ આકરો બની રહ્યો છે, અને આવનારા દિવસોમાં વધારે ગરમીની સંભાવના રહેલી છે. ભરબપોરે માથુ સેકી નાખે તેવો આકરો તડકો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીના પ્રતાપે લોકો ઘર- ઓફિસની બહાર નીકળવાનું ટાળ્યું છે.

આવતા સપ્તાહથી ગરમીનો પારો 42 ડિગ્રી કે તેનાથી ઉપર જવાની સંભાવના

શહેરમાં ગઈકાલ મંગળવારના રોજ ગરમીનો પારો 41.2 ડિગ્રી નોંધાયો હતો. જેના પગલે શહેરીજનોને કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 22 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 47 ટકા અને સાંજે 17 ટકા નોંધાયું હતું. સવારે હવામાં ભેજનુ પ્રમાણ 47 ટકા અને સાંજે 17 ટકા રહ્યુ હતુ. હવાનુ દબાણ 1004.9 મિલીબાર્સ અને પશ્ચિ દિશામાંથી 9 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તાપમાનનો પારો વધતા વડોદરાવાસીઓ આકરી ગરમીમાં શેકાઇ રહ્યા છે. સાથે જ બપોરના સમયે લુ પણ વરસી છે. હવામાન વિભાગના મતે આવતા સપ્તાહથી ગરમીનો પારો 42 ડિગ્રી કે તેનાથી ઉપર જવાની સંભાવના રહેલી છે.

આ પણ વાંચો: દોઢ તોલાની સોનાની ચેઇનનું Paytm થી ભર્યુ બિલ, વેપારીને ન મળ્યો એકપણ

આગામી 3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે.
હજુ આગામી 3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. આગ ઝરતી ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા પણ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં નાગરિકોને લૂથી બચવા માટે બપોરે 1 થી 4 ના સમયગાળામાં કામ ન હોય તો બહાર નીકળવાનું ટાળવું તેમ જણાવ્યું છે. જેમાં આજરોજ બુધવારે શહેરમાં લઘુતમ તપામન 27 ડિગ્રી તથા મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધાયેલ છે. જેમાં હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાયેલ છે. તથા આવતીકાલ ગુરુવારે શહેરમાં લઘુતમ તાપમાન 27 ડિગ્રી તથા મહતમ તાપમાન 43 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. તથા ભેજનું પ્રમાણ 21 ટકા તથા હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેવાની સંભાવના રહેલી છે.
Published by: kuldipsinh barot
First published: April 27, 2022, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading