Vadodara Weather: શહેરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીથી બચવા કરો આટલું તમને નહીં લાગે લૂ કે પછી ગરમી.


Updated: May 1, 2022, 4:46 PM IST
Vadodara Weather: શહેરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીથી બચવા કરો આટલું તમને નહીં લાગે લૂ કે પછી ગરમી.

Gujarat Weather Forecast : શહેર સહિત જિલ્લામાં ગરમીનું પ્રમાણ યથાવત છે.ગરમીને કારણે વૃદ્ધ સહિત 2 શહેરીજનો ગરમી સહન ન કરી શકવાને કારણે મૃત્યુ પામ્યા હતા .શુક્રવારના રોજ ગરમીનો પારો 41.8 ડિગ્રી નોંધાયો હતો. 

  • Share this:
વડોદરા: શહેર સહિત જિલ્લામાં ગરમીનું પ્રમાણ (Heat wave) યથાવત નોંધાયેલ છે. જેમાં શહેરમાં બેભાન થયેલા વૃદ્ધ સહિત 2 શહેરીજનો ગરમી સહન ન કરી શકવાને કારણે મૃત્યુ પામ્યા. આ વર્ષે ખૂબ જ આકરી ગરમીનો સામનો શહેરીજનો કરી રહ્યા છે. જેમાં ગઈકાલ શુક્રવારના રોજ ગરમીનો પારો 41.8 ડિગ્રી નોંધાયો હતો.ગરમીના કારણે બપોરના સમયે રસ્તા ૫૨ કર્ફ્યુ (Curfew) જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું છે.

ગરમીથી બચવા શહેરીજનો કરો આટલું,નહીં લાગે તમને ગરમી કે લૂ.

શહેરમાં પડી રહેલી આકરી ગરમીથી બચવા માટે શહેરીજનો એ કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ, અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશેની જાણકારી આપતા ડો. મહેશ કાકડીયા જણાવ્યું છે કે, આ પ્રકારની આકરી ગરમીમાં સતત થોડા થોડા સમયાંતરે પાણી પીતા રહેવું. પ્રવાહી વસ્તુઓ જેમ કે, છાસ, લીંબુ શરબત, શેરડીનો રસ, જેવી વસ્તુઓનું સેવન કરવું અનિવાર્ય છે.

કોલ્ડડ્રિન્કસ પીવાથી તમને નુકસાન થઈ શકે છે. કારણે કે તે એક કેફીન છે, જે શરીરને વધુ ડીહાયડ્રેટ કરી શકે છે.

પીણાંમાં કોલ્ડડ્રિન્કસ પીવાથી તમને નુકસાન થઈ શકે છે. કારણે કે તે એક કેફીન છે, જે શરીરને વધુ ડીહાયડ્રેટ કરી શકે છે.જરૂર વગર તડકામાં ન ફરવું. ગરમીમાં ખાસ સુતરાવ કાપડના કપડાં પહેરવા.ગરમી લાગવાના અમુક લક્ષણ દેખાય જેમ કે ગરમીની અળાઈઓ કે તાણ આવવી, ખૂબ જ પરસેવો થવો, ઉલટી થવી કે અશક્તિ આવી જવી, ચક્કર આવવા, માથાનો દુખાવો થવો, ચામડી લાલ, સૂકી થવી...આ પ્રકારના ચિહ્નો જો આપણે દેખાય કે અનુભવાય તો તાત્કાલિક નજીકના દવાખાને સારવાર કરાવી. જેથી આકરી ગરમીનો ભોગ બનતા બચી શકાય.

આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે.શુક્રવારના રોજ વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 27 ડિગ્રી તથા મહમત તાપમાન 42 ડિગ્રી નોંધાયેલ છે. જેમાં ભેજનું પ્રમાણ 59 ટકા તથા હવાની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેલી છે. આવનાર દિવસોમાં પણ આ ગરમી યથાવત રહેશે. તેથી ઉપર જણાવેલ ગરમીથી બચવાના ઉપાયો અમલમાં મૂકવા.
First published: May 1, 2022, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading