Vadodara: આ સંગીતકાર પાસે 30 દેશોના 130થી વધુ સંગીતના વાદ્યનું અનોખું કલેક્શન, જુઓ VIDEO


Updated: June 21, 2022, 6:38 PM IST
Vadodara: આ સંગીતકાર પાસે 30 દેશોના 130થી વધુ સંગીતના વાદ્યનું અનોખું કલેક્શન, જુઓ VIDEO
વડોદરા શહેરના સંગીતકાર સંપદ ભટ્ટાચાર્ય

સંગીતનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. સંગીતનો વ્યક્તિઓની લાગણી સાથે સીધો સબંધ છે.વિશ્વ સંગીત દિવસની ઉજવણી શરૂઆત 21 જૂન,1982ના રોજ ફ્રાંસમાં પ્રથમ વખત કરવામાં આવી હતી.

  • Share this:
નિધિ દવે, વડોદરા: સંગીતનું (Music) આપણા જીવનમાં ઘણું મહત્વ છે. સંગીતનો વ્યક્તિઓની લાગણી સાથે સીધો સબંધ છે. જેમ યોગ આપણને માનસિક અને આધ્યાત્મિક શાંતિ કરાવે છે, એવી જ રીતે સંગીત પણ માણસના જીવનમાં શાંતિનો અનુભવ કરાવે છે.

વિશ્વ સંગીત દિવસની (World Music Day) ઉજવણી શરૂઆત 21 જૂન, 1982ના રોજ ફ્રાંસમાં (France) પ્રથમ વખત કરવામાં આવી હતી. ફ્રાન્સના મંત્રી મૌરિસ ફ્લુરેટે આ દિવસને ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. આ દિવસને ઉજવવા પાછળનો મુખ્ય ઉદેશ્ય સંગીત તથા સંગીતકારોને (Singers) સન્માન મળે તે હેતુથી શરૂ કરવામાં આવ્યું.

વડોદરા શહેરના સંગીતકાર સંપદ ભટ્ટાચાર્યનેનાનપણથી જ સંગીતમાં ખુબ જ રુચિછે.એમના પરિવારજનો પણ સંગીત સાથે જોડાયેલ છે.

વિશ્વ સંગીત દિવસના દિવસે આપણે એવા સંગીતના ચાહક વિષે વાત કરીશું કે, જેમની પાસે 130થી વધુ સંગીતના વાદ્ય છે. દેશ વિદેશોમાંથી જેમને સંગીતના વાદ્યને એકત્રિત કર્યા છે. તથા જાતે ફ્યુઝન કરીને વાદ્ય બનાવેલા પણ છે. આ અનોખી સંગીત ભક્તિના પ્રણેતા એવા વડોદરા શહેરના સંગીતકાર સંપદ ભટ્ટાચાર્ય, જેમને બાળપણથી જ સંગીતમાં ખુબ જ રુચિ ધરાવે છે. તથા એમના પરિવારજનો પણ સંગીત સાથે જોડાયેલ છે.સંપદ ભટ્ટાચાર્ય દેશ વિદેશના વાદ્યનું માત્ર કલેક્શન જ નહિ પરંતુ તેને વગાડવાનું પણ શીખ્યા છે.વડોદરા શહેરના રહેવાસી સંપદ ભટ્ટાચાર્ય સંગીતના એવા ચાહક છે, જેમને સૂરની સાથે સાથે સૂરની સર્જન કરતા અલગ અલગ વાદ્ય સાથે ભારે લગાવ છે. છેલ્લા 25 થી 30 વર્ષથી તેઓ દેશ વિદેશના વાદ્યનું માત્ર કલેક્શન જ નહિ પરંતુ તેને વગાડવાનું પણ શીખ્યા છે. સંપદ ભટ્ટાચાર્ય પાસે ભારત સહિતના અલગ અલગ લગભગ 30 દેશોના 130થી વધુ જેટલા સંગીતના વાદ્યનું અનોખું કલેક્શન છે. સરોદ અને તબલાના ઉસ્તાદ સંપદ ભટ્ટાચાર્ય આ તમામ વાદ્યો વગાડી જાણે છે. તદુપરાંત મેન્ડોલીની, અફઘાની રબાબ, બઝૂકી જેવા વાદ્યો વગાડવાનું પણ જાણે છે.તુર્કી, ગ્રીસ, અરેબિક, અફઘાનિસ્તાન, ચાઇનીસ, તિબેટ, મોંગોલિયા, વગેરે જેવા જુદા જુદા દેશોના ફોક અને હેન્ડમેડ વાદ્યોનું ખાસ કલેક્શન છે.

આમની પાસે તુર્કી, ગ્રીસ, અરેબિક, અફઘાનિસ્તાન, ચાઇનીસ, તિબેટ, મોંગોલિયા, વગેરે જેવા જુદા જુદા દેશોના ફોક અને હેન્ડમેડ વાદ્યોનું ખાસ કલેક્શન છે. બેંગ્લામાસાઝ, બઝૂકી, અને અફઘાની રબાબ જેવા રેર વાદ્યને વગાડતા ઓનલાઈન માધ્યમના સહારે પોતાની જાતે જ શીખ્યા છે. સંપદ ભટ્ટાચાર્ય તમામ પ્રકારના વાદ્યોને પ્રોફેશન રીતે ખુબ જ સુંદર વગાડી શકે છે.તેમને ઘણા ગુજરાતી અને હિન્દી પિક્ચર અને સિરિયલોમાં મ્યુઝિક આપવાનું કામ કરેલ છે. જેમકે, માલગુડી ડેય, બાજીરાવ મસ્તાનીનું દીવાની મસ્તાની ગાયનમાં પણ મ્યુઝિક આપેલું છે. 11 વર્ષની વયે પહેલું મ્યુઝિકલ પરફોર્મન્સ આપનાર સંપદ ભટ્ટાચાર્ય એ સત્યજિત રે, શ્યામ બેનેગલ, ગોવિદ નિહલાની, સંજય લીલા ભણસારી, વનરાજ ભાટિયા, અમર પાલ, વગેરે જેવા સર્જકો સાથે પણ કામ કરી ચુક્યા છે.સંગીત મારી નસ નસમાં છે. મારા પિતા, દાદા અને પરદાદા સંગીત સાથે જોડાયેલા હતા. :સંપદ ભટ્ટાચાર્ય

જાણીતી ફાર્મા કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે થોડા વર્ષ પહેલા જ નિવૃત થયેલા સંપદ ભટ્ટાચાર્ય કહે છે કે, સંગીત મારી નસ નસમાં છે. મારા પિતા, દાદા અને પરદાદા સંગીત સાથે જોડાયેલા હતા. પરિવારમાંથી હું પહેલો છું જેને સાયન્સનો વિષય પસંદ કર્યો હતો. મૂળે હું કલકત્તાનો છું. શરૂઆતથી સંગીત પ્રત્યેના લગાવના કારણે હું તબલા અને સરોદ શીખ્યો હતો.

આ પણ વાંચો: સંસ્કારી નગરી વડોદરા બન્યું યોગમય, આ રીતે લોકો કરી અનોખી ઉજવણી

25 વર્ષ પહેલા વડોદરા આવ્યો હતો. નોકરીના લીધે અવારનવાર વિદેશ જવાનું થતુ હતું. સંગીતના શોખના કારણે જે તે દેશના સંગીનના વાદ્ય પર હાથ અજમાવવાનું મન થતું. જેટલી વાર વિદેશ જવાનું થાય ત્યાં થી એકાદ વાદ્ય લઈને આવતો.રેર વાદ્યો: તુર્કીનું બેંગ્લામાસાઝ, ગ્રીસનું બઝૂકી, આયર્લેન્ડ/ રોમાનિયાનું આઇરીસ બઝૂકી, અરેબિયાનું ઔધ, અફઘાનિસ્તાનનું અફઘાની રબાબ, ચાઇનાનું એહરું, તિબેટનું ડ્રેમિયન, જાતે બનાવેલ સરોદ અને ગિટારનું ફ્યુઝન વાદ્ય, ચાઈનીઝ રૂવાન, મોંગોલિયાનું ધુતાર અને તાનબુરા અમેરિકન બેન્જો અને કુનવુંઝ, જાપાનનું સામિસેન, બાંગ્લાદેશનું દોતરા, વગેરે.
Published by: kuldipsinh barot
First published: June 21, 2022, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading