Vadodara: વિશ્વ સંગીત દિવસ: રાત્રી બજાર ગયા, તો વડોદરાના કિશોરકુમારને સાંભળ્યા કે નહિ ?
Updated: June 22, 2022, 1:54 PM IST
60 વર્ષના વડોદરા શહેરના કીર્તિ કુમાર.
આજે વિશ્વ સંગીત દિવસ છે. તો સંગીતના આ ખાસ અવસર પર વડોદરા શહેરના આ ખાસ સંગીતકાર, જેઓ દરેક પ્રકારના અવાજ કાઢી શકે છે. તેઓ કિશોર કુમાર, મહમદ રફી, મૂકેશ, જગજીત સિંહ, જેવા પ્રખ્યાત સિંગરના અવાજમાં આ 60 વર્ષના વડોદરા શહેરના કીર્તિ કુમાર ગાય છે.
નિધિ દવે, વડોદરા: આજે વિશ્વ સંગીત દિવસ (World Music Day) છે. તો સંગીતના આ ખાસ અવસર પર વડોદરા શહેરના આ ખાસ સંગીતકાર, જેઓ દરેક પ્રકારના અવાજ કાઢી શકે છે. તેઓ કિશોર કુમાર (Kishor Kumar), મહમદ રફી, મૂકેશ, જગજીત સિંહ, જેવા પ્રખ્યાત સિંગરના અવાજમાં આ 60 વર્ષના વડોદરા શહેરના કીર્તિ કુમાર ગાય છે. કીર્તિ કુમાર છેલ્લા 2 વર્ષથી શહેરના રાત્રી બજારમાં ગાતા આવ્યા છે.
3 જુલાઈ એ કમાટીબાગના એમ્ફિથિયેટરમાં સાંજના સમયે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.
કીર્તિ કુમાર ગાવાના ખુબ શોખીન છે. હાલમાં તેઓ રિટાયર્ડ છે. એમના ઘરનું ગુજરાન હાલમાં લોકો જે બક્ષીશ આપે એનાથી ચાલી રહ્યું છે. તથા સવારના સમયે બીજા નાના મોટા કામ કરતા હોય છે. એમને આજ સુધી કોઈની પાસેથી સામેથી પૈસા માંગ્યા નથી. રાત્રી બજારમાં જો કોઈનો જન્મદિવસ હોય, તો એની માટે પણ બર્થ ડે સોન્ગ ગાતા હોય છે. જેથી અહીં આવનારા બાળકો અને મોટાઓ પણ ખુબ જ ખુશ થતા હોય છે. કીર્તિ કુમારનો આવનારી 3 જુલાઈ એ કમાટીબાગના એમ્ફિથિયેટરમાં સાંજના સમયે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.
આ લોકેશન સુધી પહોંચવા માટે આપેલી તસવીર પર ક્લિક કરો...
આ પણ વાંચો: ધોરણ 12 પછી BCAનો કોર્સ કરી બનાવી શકો છો કારકિર્દીકીર્તિ કુમાર જ્યારે ગીત ગાવાનું શરૂ કરે છે ત્યારે અમે અમારા હોટેલમાં વાગતા ગીત બંધ કરી દઈએ છીએ: હોટેલ માલીક.
કીર્તિ કુમારે જણાવ્યું કે, તેમને સંગીત ખુબ જ પ્રિય છે. જેથી તેઓ આ કામ એમના શોખના લીધે કરે છે. રાત્રી બજારના મારવાડી હોટેલના માલિકે જણાવ્યું કે, અહીં કીર્તિ કાકા ઘણા સમયથી લોકોને મનોરંજન પૂરું પડે છે. એમનો અવાજ ખુબ જ સુંદર છે. જયારે આ કાકા ગાવાનું શરૂ કરે ત્યારે અમે અમારી હોટેલમાં વાગતા ગીતો બંધ કરી દેતા હોય છે. અમારે ત્યાં આવતા ગ્રાહકો પણ ખુબ જ ખુશ થઈને અહીંથી જાય છે.
Published by:
kuldipsinh barot
First published:
June 21, 2022, 7:49 PM IST