Vadodara: ફરતા પશુ દવાખાના દ્વારા 4178 પશુઓને સ્થળ પર આકસ્મિક સારવાર કરાઇ


Updated: May 1, 2022, 5:39 PM IST
Vadodara: ફરતા પશુ દવાખાના દ્વારા 4178 પશુઓને સ્થળ પર આકસ્મિક સારવાર કરાઇ
વિશ્વ પશુચિકિત્સા દિવસ

દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વ ભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતા પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને પણ  સન્માનિત કરવામાં આવે છે.

  • Share this:
વડોદરા: દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે વિશ્વ પશુ ચિકિત્સક દિવસની (World veterinarian Day) ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વ ભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતા પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને પણસન્માનિત કરવામાં આવે છે.

રાજ્યમાં 22 જૂન 2020ના રોજ દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની સેવા શરૂઆત કરવામાં આવેલી
ગુજરાત સરકાર અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંયુક્ત ઉપક્રમે 6, ઓકટોબર,2017 ના રોજ 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અને 22 જૂન 2020 ના રોજ દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના ની સેવા શરૂઆત કરવામાં આવેલ છે. હાલમાં 37 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી કાર્યરત હોય છે અને શહેર અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે અસહારા પશુઓને સેવા પૂરી પાડે છે.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વિવિધ મેડિકલ સાધનો દ્વારા સુસજ્જ હોય છે જેમાં નાની મોટી સર્જરી પણ કરી શકાય છે. જેવી રીતે આકસ્મિક સંજોગોમાં લોકોને 108 એમ્બ્યુલન્સની સેવા મળી રહે છે. તેવી જ રીતે પશુઓ માટે પણ આકસ્મિક સંજોગો સર્જાય ત્યારે ઈમરજન્સી સેવા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે નિ: શુલ્ક 1962 સેવા શરૂ કરી છે જે અંતર્ગત આખા વડોદરા જિલ્લામાં 30,237 અનાથ અને અબોલ પશુઓ ની સારવાર કરવામાં આવેલ છે. જેમાં સૌથી વધારે 22,444 રખડતા કુતરાઓ ને સારવાર આપી પીડામાંથી મુક્ત કરેલ છે.

કરુણા એમ્બ્યુલન્સ ઈમરજન્સીના સંજોગોમાં કોઈ પણ સ્થળે દોડી જઈ ઈમરજન્સી સેવા આપે છે.
રાજ્ય સરકારે 22 જૂન 2020 ના રોજ દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની શરૂઆત કરેલી જે અત્યારે હાલમાં સમગ્ર વડોદરા જિલ્લા મા 17 દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. જે અંદાજિત 170 થી પણ વધુ ગામડાઓ માં સેવા આપે છે. જેને 10 એમવીડી તરીકે ઓળખવામાં આવે છે. દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના તરીકે દરરોજ જુદા જુદા ગામોમાં નિશ્ચિત સમયે જાય છે અને દરેક ગામ માં ઊભા રહીને ગામના પશુધન ને સારવાર આપે છે. એટલુ જ નહીં ઈમરજન્સીના સંજોગોમાં કોઈ પણ સ્થળે દોડી જઈ ઈમરજન્સી સેવા પણ આપે છે.આ પણ વાંચોઃ-Crime News: પૂર્વ DIGની BJP નેતાની પુત્રવધૂએ ઘરમાં કરી આત્મહત્યા, પતિ લાપતા

સેવા અંતર્ગત અત્યાર સુધીમાં વડોદરામા 4,178 પશુને ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવી છે
જેના કારણે અત્યાર સુધી માલધારીઓને પશુઓની સારવાર માટે જે દોડાદોડી કરવી પડતી હતી અને તગડો ખર્ચ કરવો પડતો હતો તેમાથી મુક્તિ મળી છે. ગાય,ભેંસ,ઘેટા,બકરા જેવા પાલતુ પ્રાણી જ નહીં પરંતુ શેરીમાં રખડતા કુતરા કે અન્ય રેઢિયાર ઢોર તથા વન્ય પ્રાણીઓની પણ આ સેવા દ્વારા સારવાર કરાઇ રહી છે. આ સેવા અંતર્ગત અત્યાર સુધીમાં વડોદરામા 4178 પશુને ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવી છે તેમજ શિડ્યુલ કેસમાં ગામમાં જઈને,ઘરે જઈને,વાડીએ જઈને,ખેતરે જઈને,તબેલામાં જઈને 94045 પશુધનને સારવાર આપવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ-Suicide: અમદાવાદઃ પત્ની સાથેની પાળીમાં નોકરી માટે શિક્ષક ટીના ભરવાડે પ્રિન્સિપાલને આપ્યો ત્રાસ, પ્રિન્સિપાલની આત્મહત્યા

અત્યાર સુધીમાં 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના ની એમ્બ્યુલન્સ સર્વિસમાં 98223 પશુધનને સારવાર આપેલ છે.જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થાના સીઓઓ જશવંત પ્રજાપતિદ્વારા અને 1962 અને એમવીડીના પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડા સાથે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ર્ડો રવિ રીનકે અને જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જૈમીલ દવેએ પણ આ દિવસ નિમિતે સ્વસ્થ પશુપાલન માટે નિયમિત જરૂરી પશુ ચિકિત્સા અને અસામાન્ય સ્થિતિમાં પણ પશુઓને નિરંતર સેવા આપતા જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. તથા ગુજરાત સરકારના તમામપશુ ચિકિત્સકોનેશુભકામનાઓ પાઠવી છે.
Published by: ankit patel
First published: May 1, 2022, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading