Vadodara: આ યુવા ગુજરાતી ભારતીય કિકબોક્સિંગ ટીમનો બનશે કોચ, જીત્યા છે 14 ગોલ્ડ મેડલ


Updated: April 28, 2022, 6:37 PM IST
Vadodara: આ યુવા ગુજરાતી ભારતીય કિકબોક્સિંગ ટીમનો બનશે કોચ, જીત્યા છે 14 ગોલ્ડ મેડલ
રાજ્યનો પ્રથમ 28 વર્ષીય કોચ, રાષ્ટ્રીય કોચ બનશે....

કિક-બોક્સિંગ વર્લ્ડ કપ માટે રાષ્ટ્રીય કિકબોક્સિંગ ટીમના કોચ તરીકે નિયુક્ત થયેલા સિદ્ધાર્થ ભાલેઘરે આ પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી છે.

  • Share this:
વડોદરા: ગુજરાત રાજ્ય, જ્યાં રમત પસંદગીના કૅરિયર વિકલ્પોની (Career Options in Sports) સૂચિમાં સ્થાન ધરાવતી નથી, એવામાં વડોદરાના આ યુવા કોચએ પ્રસિદ્ધિમાં પ્રવેશ કર્યો છે. કિક-બોક્સિંગ વર્લ્ડ કપ (Kickboxing World Cup) માટે રાષ્ટ્રીય કિકબોક્સિંગ ટીમના કોચ તરીકે નિયુક્ત થયેલા સિદ્ધાર્થ ભાલેઘરે (Siddharth Bhaleghare) આ પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી છે.

આપણી પાસે ખૂબજ પ્રતિભાશાળી કિકબોક્સર,જેઓ વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા ધરાવે છે:સિદ્ધાર્થ ભાલેઘર


રાજ્યમાં કરાટે અને માર્શલલાર્ટ્સ લડાયક રમત તરીકે રમાતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં કિકબોક્સિંગ લોકપ્રિય થઈ રહ્યું છે. યુવાનો કિકબોક્સિંગને માત્ર એક રમત તરીકે જ નહીં પરંતુ તેમની ફિટનેસ (Fitness) સુધારવા માટે પણ લઈ રહ્યા છે. સિદ્ધાર્થ ભાલેઘરનું કોચ તરીકે પસંદગી થતા તેઓખૂબ જ ઉત્સાહિત છે,તેઓએ જણાવ્યું કે તેમની પાસે ખૂબ જ પ્રતિભાશાળી કિકબોક્સર છે, જેઓ વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા ધરાવે છે. તેઓએ કહ્યું કે હું દરેક પ્રકારના પ્રયાસ કરીશ આપણી ટિમને જીતાડવાના,સિદ્ધાર્થ ભાલેઘર 28 વર્ષીય કિક-બોક્સર કોચ તરીકે પસંદગી પામનાર સૌથી યુવા ગુજરાતી કોચ છે.

આ પણ વાંચો: હાર્દિકનો ઇશારો કોના તરફ? 'મારાથી મોટો હિંદુ કોઇ ન હોય શકે

આગામી 12 થી 15 મે દરમિયાન ઈસ્તામબુલમાં સાતમા ટર્કિશ ઓપન કિકબોક્સિંગ વર્લ્ડ કપ યોજશે.
આ વર્ષે આવનારી તરીકે 12 થી 15 મે દરમિયાન ઈસ્તામબુલમાં સાતમા ટર્કિશ ઓપન કિકબોક્સિંગ વર્લ્ડ કપ માટે સિદ્ધાર્થ બહલેઘરની પસંદગી કરવામાં આવી છે. તેઓએ નાની ઉંમરે કિકબોક્સિંગ શરૂ કર્યું અને પછી આ રમતમાં વિવિધ ડિગ્રીઓ મેળવી. 2014 માં, સિદ્ધાર્થે સંતકબીર શાળામાં કિકબોક્સિંગમાં તેની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરી અને પછી તે ઘણા શિબિરોમાં ખેલાડીઓને તાલીમ આપી હતી. "વર્લ્ડ કપમાં ઘણા દેશો ભાગ લેશે.

અમારી પાસે ભારતના નવ ખેલાડી છે, જેમાંથી એક ગુજરાતનો છે. વર્લ્ડ કપ ટીમનો ભાગ બનવું એ સન્માનની વાત છે," સિદ્ધાર્થે ઉમેર્યું હતું. અને સહભાગીઓને જીતવા માટે પુષ્કળ ધ્યાન અને શક્તિની જરૂર હોય છે. સિદ્ધાર્થ, જેઓ ગુજરાતના કિકબોક્સિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે, તેમણે એ સિવાય 14 ગોલ્ડ મેડલ જીત્યા છે.

આ પણ વાંચો: આ ચોમાસામાં થશે સારો વરસાદ. ટિંટોડીએ ત્રણ ઇંડા મુકતા કરાઇ આગાહી

ગુજરાતમાં કિકબોક્સિંગ નું ક્રેઝ બાળકો સહિત યુવાનોમાં પણ વધ્યો.

કિકબોક્સિંગમાં અનેક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. તેમજ નેશનલ અને સ્ટેટ લેવલ પર કરાટે ચેમ્પિયનશિપ પણ રમેલા છે. "હું કોચિંગ ક્લાસ ચલાવું છું જેમાં હું બાળકો અને પુખ્ત વયના લોકોને કરાટે અને કિકબોક્સિંગની તાલીમ આપું છું. આ રમત ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહી છે," સિદ્ધાર્થે કહ્યું કે જેણે આંતરરાષ્ટ્રીય રેફરી, રાષ્ટ્રીય કોચ અને રાષ્ટ્રીય રેફરી બનવા માટે શૈક્ષણિક અભ્યાસક્રમો કર્યા છે.
Published by: kuldipsinh barot
First published: April 28, 2022, 6:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading