શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

News18 Gujarati
Updated: April 18, 2021, 6:22 PM IST
શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ,  8 આરોપી કોરોના પોઝિટિવ
પ્રતિકાત્મક તસવીર

યુવકોને પહેલા જાણકારી મળી હતી કે મહિલા સાંજે શૌચ કરવા માટે જાય છે. જેના પગલે બધા હથિયારો લઈને પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા અને દારૂ પીતા હતા.

  • Share this:
ઝારખંડઃ ઝારખંડના (jharkhand) પાકુડથી સનસનીખેસ ઘટના સામે આવી છે. અહીં 35 વર્ષીય મહિલાની સાથે 11 લોકોએ ગેંગરેપની (gangrape with woman) ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ મહિલા બે દિવસ સુધી અચેત અવસ્થામાં રહી હતી. મહિલાએ પરિવારજનોની સાથે મુફસ્સિલ પોલીસ સ્ટેશન (police station) પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. એસપી મણિલાલ મંડળના આ અંગે ટીમની રચના કરીને 11 આરોપીઓની ધરપકડ કરી (11 accused arrested) લીધી હતી. ધરપકડ કર્યાબાદ પોલીસે તમામ 11 આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેમાંથી 8 આરોપીઓ કોરોના પોઝિટિવ (corona positive) નીકળ્યા હતા. પીડિતા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ હતી.

આ સનસની ઘટના ઝારખંડના પાકુડની છે. એસપી મણિલાલ મંડળે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે આરોપીઓ પીડિત મહિલાના સંબંધીઓમાં સામેલ છે. મહિલા સાંજે શૌચ કરવા માટે જઈ રહી હતી ત્યારે રસ્તામાં કેટલાક યુવકો દારૂ પી રહ્યા હતા. મહિલાને એકલી જોઈને આરોપીઓએ હથિયારના દમ ઉપર તેનું અપહરણ કરી લીધી હતું.

આરોપીઓએ થોડા દૂર ઝાડીઓમાં લઈને વારા ફરથી મહિલા સાથે ગેંગ રેપ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ પોતાના અન્ય સંબંધીઓને પણ બોલાવ્યા અને અને આખી રાત મહિલા સાથે હવસનો ખેલ ખેલ્યો હતો. આરોપીઓ સવારે મહિલાને અચેત અવસ્થામાં છોડીને ભાગી ગયા હતા.

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ-કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા

જેમતેમ કરીને મહિલા ઉઠીને ઘરે આવી પરંતુ બે દિવસ સુધી મહિલા અચેત અવસ્થામાં રહી હતી. પરિવારજનોએ પહેલા મહિલાની સારવાર કરાવી હતી અને ત્યારબાદ થોડી સાજી થતાં તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલાએ પોલીસને પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. પોલીસે મહિલાનું નિવેદન નોંધી લીધું હતું.આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

આ પણ વાંચોઃ-મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી

પોલીસનું કહેવું છે કે યુવકોને પહેલા જાણકારી મળી હતી કે મહિલા સાંજે શૌચ કરવા માટે જાય છે. જેના પગલે બધા હથિયારો લઈને પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા અને દારૂ પીતા હતા.પોલીસને જણાવ્યા પ્રમાણે ઘટનાના 10 કલાકની અંદર 11 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાંથી 8 આરોપીઓ પોઝિટિવ નીકળ્યા હતા. પીડિતા પણ કોરોના સંક્રમિત થી હતી.
Published by: ankit patel
First published: April 18, 2021, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading