OMG! દર્દીના પેટમાંથી સર્જરી દરમિયાન મળી આવી 250 ખીલી, 35 સિક્કા અને પથ્થર, ડોક્ટરો રહી ગયા દંગ

News18 Gujarati
Updated: June 21, 2022, 2:06 PM IST
OMG! દર્દીના પેટમાંથી સર્જરી દરમિયાન મળી આવી 250 ખીલી, 35 સિક્કા અને પથ્થર, ડોક્ટરો રહી ગયા દંગ
સર્જરી દરમિયાન મળી આવી 250 ખીલીઓ, 35 સિક્કા અને પથ્થર

પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક અજીબોગરીબ મેડિકલ કિસ્સો સામે આવ્યો છે, દર્દીના પેટમાં 250 નખ, 35 સિક્કા અને પથ્થરની ચિપ્સ મળી આવી છે.

  • Share this:
અવાર નવાર આપણે સમાચારમાં જોઈએ છે કે સર્જરી (Surgery) દરમિયાન લોકોના પેટમાંથી અનેક વસ્તુઓ મળી આવે છે. ઘણી વખત કાચ તો ઘણી વખત ઘડિયાળ...પશ્ચિમ બંગાળ (West Bengal)ના બર્ધમાન (Bardhaman) જિલ્લામાં એક આવો જ વિચિત્ર કિસ્સો (Weird medical case) સામે આવ્યો છે જેમાં વ્યક્તિ પર સર્જરી કરતી વખતે ડૉક્ટરો પણ દંગ રહી ગયા. દર્દીના પેટમાંથી 250 ખીલીઓ, 35 સિક્કા અને પથ્થરની ચિપ્સ મળી આવી છે. એક માનસિક વિકલાંગ (Mentally handicapped) વ્યક્તિ છેલ્લા 15 વર્ષથી આ ખીલી ખાઈ રહ્યો હતો. બર્ધમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરોએ તેમને સર્જરી કરીને દૂર કર્યા હતા. હવે તે વ્યક્તિની હાલત સ્થિર છે.

પેટમાં અસહ્ય દુખાવાને કારણે હોસ્પિટલમાં લઈ જવાયો
હોસ્પિટલના મળતી માહિતી અનુસાર, વ્યક્તિનું નામ શેખ મોઇનુદ્દીન (Moinuddin) છે. તે મંગલકોટ વિસ્તારનો રહેવાસી છે. ગયા શનિવારથી તેણે ખાવાનું બંધ કરી દીધું હતું. પેટમાં અસહ્ય દુખાવાને કારણે તેમને પહેલા બર્ધમાનની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

એક્સ-રેમાં જાણવા મળ્યું કે મોઇનુદ્દીનના પેટમાં છે ખીલીઓ
હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પેટમાં થતા દુખાવાનું કારણ જાણતા ડોક્ટર્સ દ્વારા એક્સ-રે કરવામાં આવ્યો હતો. એક્સ રેમાં આ સમગ્ર કેસ સામે આવ્યો હતો. પરિવાર સહિત ડોક્ટરો આ જોઈને ચોંકી ગયા હતા. અને સર્જરી કરવા જણાવ્યુ હતું.

આ પણ વાંચો:  સળગતી Cigarette જમીન પર ફેંકવી આ વ્યક્તિને પડી મોંઘી, થયો એવો જોરદાર વિસ્ફોટ....સર્જરી માટે એક અલગ મેડિકલ ટીમ બનાવી
આ સર્જરી કરવામાં લાખો રૂપિયાથી વધુનો ખર્ચ થશે તેવું ખાનગી હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારે મોઇનુદ્દીનને બર્ધમાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં, હોસ્પિટલ સત્તાવાળાઓએ તેની સર્જરી માટે એક અલગ મેડિકલ ટીમ બનાવી. આ પછી ડોક્ટરોએ તેના પેટમાંથી 250 ખીલી, 35 સિક્કા અને ઘણી પથરી કાઢી નાખી હતી. ડોક્ટરો પણ આ જોઈને દંગ રહી ગયા હતાં.
Published by: Riya Upadhay
First published: June 21, 2022, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading