બિહાર: હોલિકા દહન કાર્યક્રમ દરમિયાન એક સાથે ત્રણ બાળકનાં મોતથી હાહાકાર

News18 Gujarati
Updated: March 29, 2021, 2:07 PM IST
બિહાર: હોલિકા દહન કાર્યક્રમ દરમિયાન એક સાથે ત્રણ બાળકનાં મોતથી હાહાકાર
ફાઇલ તસવીર: Shutterstock

બોધ ગયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મનકોસી ગામમાં રાહુલ નગર ટોલા ખાતે રવિવારે રાત્રે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન સળગતી પરાળ ફેંકવા દરમિયાન બાળકોનું એક જૂથ આગની ઝપટમાં આવી ગયું હતું.

  • Share this:
પટના: બિહારના ગયા ( Bodh Gaya)માં હોળી (Holi 2021)ના તહેવારે ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે. અહીં હોલિકા દહન દરમિયાન ત્રણ બાળકોનાં મોત થયા છે. બોધ ગયામાં રવિવારે રાત્રે હોલિકા દહન (Holika dahan) બાદ પરાળ ફેંકવા દરમિયાન આગની ઝપેટમાં આવી ગયેલા ત્રણ બાળકોનાં મોત થયા હતા. આ બનાવ પહાડી વિસ્તારની ઝાડી-ઝાંખરામાં આગ લાગી જવાને કારણે બન્યો હતો. બનાવ બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બોધ ગયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મનકોસી ગામમાં રાહુલ નગર ટોલા ખાતે રવિવારે રાત્રે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન સળગતી પરાળ ફેંકવા દરમિયાન બાળકોનું એક જૂથ આગની ઝપટમાં આવી ગયું હતું. જેમાંથી ચાર બાળકો ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાંથી ત્રણ બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક બાળકને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

મૃતકોમાં કલેશ્વર માંઝીનો 12 વર્ષીય પુત્ર રોહિત કુમાર, બાબૂલાલ માંઝીનો 13 વર્ષીય પુત્ર નંદલાલ તેમજ પીન્ટુ માંઝીનો 12 વર્ષીય પુત્ર ઉપેન્દ્ર કુમાર શામેલ છે. જ્યારે મોરાટાલ પંચાયતના ઉપ-મુખિયા ગીતા દેવીનો 12 વર્ષની પુત્ર રિતેશ કુમાર ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો છે.

આ પણ વાંચો: હેલ્મેટ ન પહેરવાના ગુનામાં પોલીસે 8 મહિનાની પ્રેગનેન્ટ મહિલાને ત્રણ કિલોમીટર ચલાવી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સસ્પેન્ડ

ગામ લોકોનાં કહેવા પ્રમાણે હોલિકા દહન બાદ બાળકો પરાળ લઈને ગામની સામે આવેલા પહાડ પર ગયા હતા. બાળકો પહાડમાં ખૂબ આગળ ચાલ્યા ગયા હતા. આ દરમિયાન કોઈ બાળકો ઝાડી ઝાંખરામાં સળગતી પરાળ ફેંકી દીધી હતી. આ કારણે પહાડમાં આગ લાગી ગઈ હતી.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે સાંસદ દર્શનાબેન જરદોશ માસ્ક વગર દેખાયા, શું તંત્ર તેમને દંડ ફટકારશે?બાળકોને જ્યારે માલુમ પડ્યું કે આગ લાગી ગઈ છે ત્યારે તેમાંથી અનેક બાળકો પહાડના ઉપરના ભાગ તરફ ભાગ્યા હતા. આ દરમિયાન ચાર બાળકોએ આગમાંથી બહાર નીકળીને નીચે જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણ બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભરૂચ: માતા-પિતાની યાદમાં પુત્રએ બનાવ્યું અનોખું મંદિર, પૂજા સાથે કરે છે દિવસની શરૂઆત

આ મામલે પરિવારે પોલીસને કોઈ જાણકારી આપ્યા વગર બાળકોનાં અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. બોધગયા પોલીસ ઇન્સ્પેક્ટર મિતેશ કુમારે આ વાતની પુષ્ટિ કરી હતી.

ઉલ્લેખનીય છે કે હોલિકા દહન દરમિયાન આગને કારણે દાઝી જવાના બનાવો બનતા હોય છે. લોકો આગ સાથે વિવિધ રમત રમતા હોવાને પગલે ક્યારેક દાઝી જવાનો બનાવો બનતા હોય છે. જોકે, નાના એક ગામમાં હોલિકા દહન દરમિયાન એક સાથે ત્રણ ત્રણ બાળકોનાં મોતથી આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
Published by: Vinod Zankhaliya
First published: March 29, 2021, 2:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading