દિલ્હીમાં કોરોના સંક્રમણ દર સોમવારે વધી 7.72 ટકા થઇ ગયો છે. જ્યારે શેરમાં સંક્રમણનાં 501 નવાં કેસ સામે આવ્યાં છે. આ સંખ્યા એક દિવસ પહેલાની સરખામણીએ 16 ઓછી છે. આ જાણકારી સ્વાસ્થ્ય વિભાગનાં આંકડાથી મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારનાં સંક્રમણ દર 4.21 ટકા નોંધાયો છે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનાં વધતા કેસને કારણે ખતરો વધતો દેખાઇ રહ્યો છે. રાજધાનીમાં કોરોના વાયરસનાં કેસમાં અત્યાર સુધીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને સંક્રમણ દર ખતરાંની ઘટડી વગાડી રહ્યો છે. દિલ્હીમાંન ફક્ત સતત બીજા દિવસે કોરોનાનાં કેસ 500થી વધુ આવ્યાં છે પણ કોરોનાનો પોઝિટિવીટી રેશિયો 8 ટકા વધી ગયો છે.આ રીતે જોવામાં આવે તો ગત બે દિવસોમાં દિલ્હીમાં કોરોના વયારસનાં 1000થી વધુ કેસ સામે આવી ગયા છે.
દિલ્હી સરકારનાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર ડેટા મુજબ, દિલ્હીમાં કોરોના સંક્રમણ દર સોમવારનાં વધી 7.72 ટકા થઇ ગયો છે. જ્યારે શહેરમાં કોરોના સંક્રમણનાં 501 નવાં કેસ સામે આવ્યાં છે. આ સંખ્યા એક દિવસ પહેલાની સરખામણીએ 16 ઓછા છે. અહીં જાણવાં જેવી વાત એ છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે સંક્રમણ દર 4.21 ટકા દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ કેસ 517 નોંધાયા હતા.
દિલ્હીમાં કોરોનાનાં 501 નવાં કેસ સામે આવ્યાં છે અહીં સંક્રમિતોની કૂલ સંખ્યા વધી 18,69,051 થઇ ગઇ છે. તો મૃતકોની સંખઅયા 26,160 જ છે. કારણ કે આ દરમિયાન કોઇ દર્દીનું મોત થયું નથી. દિલ્હીમાં રવિવારે કોરોનાનાં 517 નવાં કેસ સામે આવ્યાં હતાં. સોમવારે જારી બુલેટિન અનુસાર, એક દિવસ પહેલાં કુલ 6,492 કોવિડ-19 કેસ આવ્યાં. અને કૂલ 1188 લોકો ઘરે જ ક્વોરન્ટિન છે.
રાજધાનીમાં કોરોના વાયરસની આ રફ્તાર ડરાવી રહી છે. કોરોનાની ગતિ જોઇને લાગે છે કે, ચોથી લહરનાં ભણકારાં છે. કોરોના વાયરસથી મોટાભાગે બાળકો પ્રભાવિત થઇ રહ્યાં છે. આ કારણે ફરીથી સ્કૂલો બંધ થવાની ઘટનાઓ બની રહી છે જોકે, દિલ્હી સરકારનું કહેવું છે કે, હાલમાં ડરવાની જરૂર નથી. આ વર્ષે 13 જાન્યુઆીનાં મહામારીની ત્રીજ લહેર દરમિયાન દિલ્હીમાં કોરોનાનાં કેસની સંખ્યા 28,867નાં રેકોર્ડે પહોંચી હતી.